મુંબઈ ઈન્ડયન્સને કેપ્ટન રોહિત શર્માએ ચોથી વખત ચેમ્પયન્સ બનાવ્યું છે. આ ટીમના માલિક નીતા અંબાણી દરેક મેચમાં ટીમને ચીયર કરવા ગ્રાઉન્ડ પર હાજર રહે છે. જ્યારે ટીમ રસાકસીના આરે હોય ત્યારે તેઓ પ્રાર્થના કરતા કે મંત્રોચ્ચાર કરતા પણ જાવા મળે છે. આ વખતે ટીમની જીત પર ટ્રોફી લઇને નીતા અંબાણી જૂહુના શ્રીકૃષ્ણ મંદિર પહોંચ્યા હતા. અને ત્યાં પૂજારીઓએ મંત્રોચ્ચાર કર્યા હતા. નીતા અંબાણીને શ્રીકૃષ્ણ પર અપાર શ્રદ્ધા છે.