Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું…

ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’નો આરંભ…
કિસાન સૂર્યોદય યોજનાથી ગીર બોર્ડરના ગામોને મળશે વિશેષ લાભ, સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અન્નદાતા હવે ઉર્જાદાતા બનશે, આવનારા દિવસોમાં કિસાન સુર્યોદય યોજના થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે…

ગીર સોમનાથ : ઉના ખાતે સીએમ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી. રૂપાણીએ બીજા તબક્કામાં રાજ્યના ૧૨ જિલ્લા અને ૬૪ તાલુકાના ૧૧૪૬ ગામનો સમાવેશ કરાયો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ૪ જિલ્લાના ૧૦૫૫ ગામને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે. રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે. છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પુરવાર થયું છે. નવા વર્ષના આરંભે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની શુભ શરૂઆત થઈ છે. પાણી-વીજળી ખેડૂતની તાકાત છે. રાજ્ય સરકારે પાણી વીજળી માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશ અને વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૩ વર્ષમાં પીજીવીસીએલ દ્વારા દર વર્ષે દોઢ-દોઢ લાખ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. અગાઉની સરકારમાં લંગડી વીજળી મળતી હતી ટ્રાન્સફોર્મર બળી જતા હતા. આજે લંગડી વીજળીના દિવસો ભૂતકાળ બની ગયા છે. અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારેય રાહત પેકેજ જાહેર નથી કર્યા. જ્યારે ગયા વર્ષે અમારી સરકારે અતિવૃષ્ટિમાં ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યું હતું. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકા અને ગામડાના ખેડૂતોને પેકેજના પૈસા સીધા ખાતામાં જમા થયા હતા. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની લાગણી અને માંગણી પુરી કરતા રૂપાણીએ જણાવ્યું કે, ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે, ખેડૂત પોતાની શક્તિ ઉર્જાથી વધુ ઉત્પાદન કરશે અને રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે. આ સાથે જ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે ગેરસમજો ફેલાવી ગુમરાહ કરતા લોકોથી બચવા જણાવ્યું છે. આ તકે રૂપાણીએ તાજેતરમાં ભૂમાફિયા, જમીન પચાવી પાડનારને સીધા કરવા લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં લાવ્યા છે.
તેમ જણાવી કહ્યુ કે, હવે ખાનગી અને સરકારી જમીન પચાવી પાડનારાઓની ખેર નથી. ઉર્જા મંત્રી સૌરભ પટેલે કિસાન સૂર્યોદય યોજના સહિત ઉર્જા વિભાગે ખેડૂતો માટે લીધેલા સઘન પગલા અંગે કહ્યું કે, ખેડૂતો માગે અને વીજ કનેકશન મળે તે દિવસો હવે દૂર નથી. ખેડૂતને એક કનેક્શન આપવા રૂ ૧.૬૦ લાખ ખર્ચ થાય છે. જ્યારે સરકાર ખેડૂતો પાસેથી માત્ર ૧૦ હજાર જેવી નજીવી રકમ વસુલે છે અને પ્રત્યેક કનેક્શનર દીઠ રૂ. ૧.૫૦ લાખ જેટલી સબસીડી આપે છે જે દર વર્ષે વીજ કનેક્શન આપવા ૧૮૦૦ કરોડ સબસીડી થાય છે. ઉપરાંત ખેડુતોને વીજ બીલમાં રાહત આપી ૭૫૦૦ કરોડ જેટલી સબસીડી પણ આપે છે. રૂપાણીએ જણાવ્યું કે, ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા કોરોના વેક્સીન માટે મંજુરી આપી છે. હવે લોકોને જલ્દી વેક્સીન પ્રાપ્ત થશે. કોરોના હારશે ગુજરાત જીતશે એ મંત્ર સાચો પૂરવાર થશે અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર રસીકરણ કરાશે.

Related posts

સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર એકાએક દિવાલ ધસી પડતા ૪ શ્રમિકોના મોત

Charotar Sandesh

સુરત સિવિલના ગેટ પર તાળા મારવા પડ્યા, શહેરભરમાં ઓક્સિજનની કટોકટી…

Charotar Sandesh

ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવા માટે હાઇકોર્ટમાં થઇ જાહેરહિતની અરજી…

Charotar Sandesh