Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે રવાના…

સીએમ સાથે 45થી વધુ ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતોનું પ્રતિનિધિમંડળ પણ જોડાયું…

રાજકોટ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં તેઓ ગુજરાત ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે. તેમના પાંચ દિવસના પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 19 થી 23 ઓક્ટોબર સુધી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા છે. મુખ્યમંત્રીની સાથે 45થી વધુ લોકોનું પ્રતિનિધીમંડળ જોડાયું છે. જેમાં ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાનમાં યોજાનાર સમિટમાં મુખ્યમંત્રી બિઝનેસ ડેલિગેટ્સ સાથે ઉપસ્થિત રહેશે. ગુજરાત આ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.

આ ઉપરાંત ઉઝબેકિસ્તાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે ત્યાંની સ્ટ્રીટનું નામકરણ થાય તેવું પણ આયોજન કરાયું છે. તેમજ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધી સ્ટ્રીટનું લોકાર્પણ થશે. આ ઉપરાંત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ઉઝબેકિસ્તાનમાં પોતાની ફેક્ટરી પણ શરૂ કરી રહી છે, જેનું ખાતમુહૂર્ત થશે.

Related posts

કચ્છમાંથી બીએસએફે ઘુસણખોરી કરતા ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા

Charotar Sandesh

દિવાળીના દિવસે જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના…

Charotar Sandesh

Gujarat : આજના દિવસભરના સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : 23-10-2024

Charotar Sandesh