Charotar Sandesh
ઈન્ડિયા

મુÂસ્લમ મહિલાઓને નમાઝ પઢવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર,મહિલા આયોગને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે મુÂસ્લમ મહિલાઓને નમાઝ પઢવા માટે મÂસ્જદોમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવાની માંગ કરનારી અરજી પર કેન્દ્રને નોટિસ રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાષ્ટÙીય મહિલા આયોગ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સીલ અને ઓલ ઇન્ડીયા મુÂસ્લમ પર્સનલ લા બોર્ડને નોટિસ રજૂ કરી છે. કોર્ટે કÌšં કે, સબરીમાલા મંદિરનાં મામલામાં આપણાં નિર્ણયને કારણે જ અમે આ મામલા પર સુનાવણી કરીશું.
તમને જણાવી દઇએ કે મુÂસ્લમ દંપતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મુÂસ્લમ મહિલાઓને મÂસ્જદમાં નમાઝ પઢવાની મંજૂરી આપવાની પરવાનગી માંગી છે. વકીલ આશતોષ દુબે તરફથી દાખલ કરેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુÂસ્લમ મહિલાઓ પર મÂસ્જદમાં જઇને નમાઝ પઢવા પર પ્રતિબંધ પર ગૈરકાનૂની અને અસંવૈધાનિક છે. આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.
અરજીમાં એમ પણ કહેવાયું છે કે કુરાન અને હદીસમાં લિંગનાં આધાર પર કોઇ જ ભેદભાવ નથી. આ પ્રકારની પરંપરા મહિલાઓની ગરીમા વિરૂદ્ધ છે. અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે પુરૂષોની જેમ મહિલાઓને પણ ઇબાદત કરવાનો સંવૈધાનિક અધિકાર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જમાત-એ-ઇસ્લામી અને શિયા સમુદાયનાં ફિરકોમાં જ મુÂસ્લમ મહિલાઓને મÂસ્જદમાં નમાઝ પઢવાની પરવાનગી છે જ્યારે સુન્ની સમુદાયનાં અનેક ફિરકોમાં આની મનાઇ છે.

Related posts

શિરડી સાંઇબાબા મંદિરમાં ભારતીય પરંપરાના કપડા પહેરી જવા લોકોને અપીલ કરાઇ…

Charotar Sandesh

વેલકમ-2020 : ભારત સહિત વિશ્વભરમાં જશ્નનો માહોલ : નવા વર્ષનું ઉમળકાભરે સ્વાગત…

Charotar Sandesh

મોદીને જળવાયુ પરિવર્તન ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાશે…

Charotar Sandesh