Charotar Sandesh
ઈન્ડિયા

મૃતકોના પરિવારજનોને વળતર રૂપે ૧૦ લાખ અપાશે : કેજરીવાલ

દિલ્હી હિંસામાં ઘાયલો પર ‘ફરિશ્તા યોજના’ લાગુ થશેઃ મુખ્યમંત્રી

દિલ્હી હિંસામાં મારી પાર્ટીના નેતા દોષી સાબિત થાય તો બમણી સજા આપજોઃ કેજરીવાલ

ન્યુ દિલ્હી : દિલ્હી હિંસાને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી. કેજરીવાલે કહ્યું કે, હિંસામાં હિન્દૂ અને મુસ્લિમ બધાને નુકસાન થયુ છે. આ દરમિયાન કેજરીવાલે રાહતના સમાચાર આપતા વળતરની પણ જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યુ કે હોસ્પિટલમાં ઘાયલોની મફત સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલો પર ફરિશ્તા યોજના લાગુ થશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ વળતરની પણ જાહેરાત કરી છે. સગીરોના મોત પર પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયા આપવામાં આવશે.

કેજરીવાલે આગળ કહ્યુ કે, સામાન્ય રીતે ઘાયલોને ૨૦-૨૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. હિંસામાં જેમની રિક્ષાને નુકસાન થયુ તેમણે ૨૫ હજાર, ઇ રિક્ષા માટે ૫૦ હજાર, જેમનું ઘર સળગ્યુ છે તેમણે ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય દુકાન સળગવા પર ૫ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે જેમના પશુ સળગી ગયા તેમણે પાંચ હજાર પ્રતિ પશુ આપવામાં આવશે. જેમના આધાર કાર્ડ, વોટર કાર્ડ સળગી ગયા છે તેમના નવા દસ્તાવેજ બનાવવામાં આવશે, તેની માટે કેમ્પ લાગશે. સીએમે કહ્યુ કે, સરકાર રમખાણ પીડિતોને મફત ભોજન પહોચાડશે. હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં શાંતિ અને અમન કમિટીઓ સક્રિય થશે. કેજરીવાલે કહ્યુ કે, દિલ્હી સરકાર તરફથી જે પણ પગલા ભરવા જોઇતા હતા તે ભરવામાં આવ્યા છે. કાલથી હિંસાની ઘટના ઓછી થઇ છે, આજે પણ અમે આ મામલે કેટલીક મીટિંગ કરી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી માર્ટીના કોઇ નેતા કે સભ્ય નજરે ચડ્યો તો તેના પર બમણી કાર્યવાહી થવી જોઇએ.

Related posts

દિલ્હી પોલીસને મોટી સફળતા, જૈશનો બે લાખનો ઈનામી આતંકી માજિદ બાબા ઝડપાયો

Charotar Sandesh

દેશમાં ઓમિક્રોનના શકમંદ એવા ૧૪૦ વિદેશી પ્રવાસીઓ કોરેન્ટાઈન થવાને બદલે ગુમ થયા, સ્થાનિક તંત્રએ શોધખોળ શરૂ કરી

Charotar Sandesh

દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો, આ ખેલાડી થયો IPLથી બહાર

Charotar Sandesh