ોરબંદર-માગરોળ વચ્ચે મધદરિયામાં દીવની પ્રભુસાગર નામની બોટને મોટુ મોજુ નડતા બોટનો નીચેનો ભાગ તૂટી જતા ૮ ખલાસીઓ દરિયામાં કુદ્યા હતા. વાયરલેસ દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડને જાણ કરતા સી ૪૪૫ શીપ મધદરિયે પહોંચી રેસ્ક્્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લીધા હતા.
ખલાસી પૈકી એક ખલાસીને તરતા પણ આવડતું નહોતું. પરંતુ કોસ્ટગાર્ડે તેને પણ બચાવી લીધો હતો. ખલાસીઓના આધારકાર્ડ સહિતના ડોક્્યુમેન્ટને બચાવી શક્્યા નહોતા અને દરિયામાં જ જળસમાધિ લીધી હતી.