Charotar Sandesh
ઈન્ડિયા

મોદી કેબિનેટનો મોટો નિર્ણય : ખેડૂતો સીધાં જ પોતાના પાકને વેચી શકશે…

બે વટહુકમને મંજૂરી, ખેડૂતો માટે એક દેશ એક બજારની નીતિ…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે ફરી એક વખત કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બુધવારે બપોરે ૧૧ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં અનેક વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે.
તેમાં આવશ્યક વસ્તુ અધિનિયમ, એપીએસી અધિનિયમમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. હવેથી ખેડૂતો સીધો પોતાનો પાક વેચી શકશે અને દેશમાં ખેડૂતો માટે એક દેશ એક બજાર હશે. આ બેઠકમાં ખેત ઉત્પાદનોના સંગ્રહની અવધિ સમાપ્ત કરવામાં આવી છે અને ખૂબ જ આવશ્યક પરિસ્થિતિઓમાં જ તેમ કરી શકાશે.
ઉલ્લેખનીય છેકે ૨૦ લાખ કરોડના પેકેજમાં આની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં જ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. આ સંજોગોમાં સોમવારે જ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં એમએસએમઇ સેક્ટર અને ખેડૂતોને લઈ કેટલાક મોટા નિર્ણયો લેવાયા હતા. એક તરફ દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે અને સાથે જ અનલોક ૧ અંતર્ગત કેટલીક છૂટછાટ પણ અપાઈ રહી છે ત્યારે કેન્દ્રીય કેબિનેટની આ બેઠક પર સૌ કોઈની નજર અટકેલી હતી.
સોમવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે એમએસએમઇ સેક્ટરની પરિભાષા બદલી હતી ત્યારે હવે દેશનો ખેડૂત કોઈ પણ માર્કેટ અને કોઈ પણ રાજ્યમાં પોતાનો પાક વેચી શકશે તેવો નિર્ણય લેવાયો છે.

Related posts

દેશ-વિદેશ : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૨-૦૯-૨૦૨૪

Charotar Sandesh

દુબઇ-યુકેના પ્રવાસીઓને કારણે ભારતમાં કોરોના ઝડપથી ફેલાયો : અભ્યાસમાં ખુલાસો…

Charotar Sandesh

કોરોના વાયરસને લઈને અફવાઓ પર ધ્યાન ના આપશો : વડાપ્રધાન મોદી

Charotar Sandesh