લંડન,
બ્રિટને ભારત આવી રહેલા તેના યાત્રિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરી કહ્યું કે, અહી જવાનું ટાળો. વિદેશી અને કોમનવેલ્થ ઓફિસએ કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર સરકાર તરફથી જાહેર કરાયેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો. એફસીઓએ બોંબ, ગ્રેનેડ હુમલા, ગોળીબાર અને અપહરણ સહિતનો ખતરો વ્યક્ત કર્યો. બ્રિટન સરકારે કહ્યું કે, જમ્મુ શહેર હવાઇ માર્ગની લદ્દાખ યાત્રા અને લદ્દાખ છોડીને જમ્મુ-કાશ્મીરના અન્ય ભાગોમાં નહી જવાની સલાહ આપે છે.
એફસીઓએ કહ્યું કે, ૨ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ભારતીય મીડિયાએ રિપોર્ટ કર્યું કે જમ્મુ કાશ્મીર સરકારે પર્યટકો અને અમરનાથ યાત્રિકોને સલાહ આપી છે કે, તેઓ કાશ્મીરની ઘાટીમાં પોતાના પ્રવાસને તરત રોકી દે અને સુરક્ષાના કારણે જલ્દીથી પરત ફરે. નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઇ કમાન્ડ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. જો તમે જમ્મુ કાશ્મીરમાં છો તો તમારે સતર્ક રહેવું જોઇએ. સ્થાનિક અધિકારીની સલાહનું પાલન કરવું જોઇએ. તેમણે યાત્રિકોને કહ્યું કે, તમારે સતર્ક રહેવું જોઇએ અને સ્થાનિક મીડિયા રિપોટ્ર્સ જોવા જોઇએ અને સ્થાનિક અધિકારીઓ અને પોતાની ટુરિસ્ટ કંપનીની સલાહનું પાલન કરવું જોઇએ.