Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ યૂથ ઝોન

યુવાનોના ક્રાંતિકારી વલણ માટે કોણ જવાબદાર.? લોકતંત્ર સમાપ્ત કે તાનાશાહીનો ઉદય..??

ज़ुल्म इतना बुरा नहीं जितनी बुरी खामोशी है,
बोलना सीखो वरना पीढ़ियां गूंगी हो जाएगी।

આજે દેશમાં અવાજ ઉઠાવતા દરેક વ્યક્તિ કે યુવાને સરકાર દ્વારા એક ઘમંડ, અભિમાન અને ગર્વથી જોવામાં આવી રહ્યો છે તે જોઈને સ્પષ્ટ થાય છે કે લોકતંત્ર ખતરામાં નહિ પંરતુ લોકતંત્ર સમાપ્ત થઈ ગયું છે.


જ્યાં વિરોધ અને વિરોધીઓ ને ખોટા તેમજ આતંકવાદી, પાકિસ્તાની, નકલ્સળવા દી, ટુકડે ટુકડે ગેંગ, ખલિસ્તાની માનવાનો ભાવ છે ત્યાં લોકતંત્ર સમાપ્ત થાય છે અને તાનાશાહી નો ઉદય થાય છે.

કોઈપણ સરકાર હોય પછી એ કોઈ પણ પક્ષની હોય પરંતુ જ્યારે સરકારની નીતિઓ ની ટીકા કરવામાં આવે, વિરોધ કરવામાં આવે છે પંરતુ છેલ્લા કેટલાક સમયથી સરકારને પૂછવામાં આવતા દરેક સવાલ પૂછનાર વ્યક્તિને દેશદ્રોહી અથવા તો ભારત વિરોધી હોય તેવો સુલૂક જ્યારે કરવામાં આવે છે. આઝાદ ભારતમાં યુવાનો સરકાર ને નહી સવાલ પૂછે તો પછી રસ્તા પર ચાલતા વ્યક્તિ ને સવાલ પૂછ્યા કરશે? એવા હજારો સમસ્યાઓ લઈને યુવાન ઝઝૂમી રહ્યો છે ત્યારે સ્તામાં બેઠેલા સહુકરોને જવાબ આપવો પડશે. પરંતુ ‘થ્રી નોટ થ્રી’ બનેલી સરકારને એવી ભ્રમ આવી ગયો છે કે હવે અમારું કઈ જ બગાડી શકવાનું નથી પરનું સ્ત્તમાં બેઠેલા સહુકરોએ ના ભૂલવું જોઈએ કે “જનતા દેશની માલિક હે”

વારંવાર પરીક્ષાના પેપર લીક થવા અને પછી લીક થયેલા પેપર ની ફરીથી પરીક્ષા લેવામાં આવે એમાં પણ પેપર લીક થયા પછી ફરીથી આમ સિલસિલો ચાલતો જાય છે. સીધો મતલબ એક સાબિત થાય છે કે સરકાર કોઈ પરીક્ષા યોજવા ઈચ્છતી જ નથી જેના કારણે તેમના એજન્ટો દ્વારા વારંવાર પરીક્ષા રદ કરવામાં આવે છે અને પોતાનો રાજકીય રોટલો શેકવા માહિર સરકાર વિદ્યાર્થીઓને ભોગ બનવા છે. જે સરકારી એજન્ટો દ્વારા પેપર લીક કરવામાં આવે છે તે એજન્ટો ની ધરપકડ કરીને થોડા સમયમાં છોડી મૂકવામાં આવે છે જેને લઈને જનતા પણ ખુશ અને ઘી ના ઠામ ઘી ઠરી રહે છે.

ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ -યુવાનોના પ્રેરણાસ્રોત્ર સ્વામી વિવેકાનંદ દ્વારા ભારતમાં યુવાનોની સંખ્યા વધું છે એટલે યુવાનો વિશે વાત કરી હતી.

તેઓ ઈચ્છાતા હતા કે ભારતવર્ષનો દરેક યુવાનો ખમીરવંતી હોય અને દેશ માટે કઈક કરી છૂટવાની તમન્ના ધરાવતો હોય. પરંતુ આજની યુવાનો વર્તમાન પરિસ્થિતિમાં આવેલી સસ્યાઓના કારણે હતાશ નિરાશ થયો જાય છે. જેમાં કારણે હવે યુવાનો વિધાર્થી બનવાની સાથે સાથે ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યું જેના કારણે આપને જોયું છે કે વારંવાર યુવાનો આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ થાય છે કે આ તમામ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે. આજે હત્યા, બળાત્કાર, ડ્રગ્સ, આત્મહત્યા યુવાનો દ્વારા અને યુવાનો પર થતા અત્યાચારના સમાચાર આડે દિવસે સાંભળવા મળે છે. શું કામ? કોઈનું કહેવું છે બેરોજગારી, કોઈ કહે છે યોગ્ય શિક્ષણનો અભાવ, કોઈ કહે છે રાજકીય ચંચુપાત તો કોઈ કહે છે સંસ્કારોનો અભાવ. ભગતસિંહ, રાજગુરુ જેવા ક્રાન્તિકારી કે ગાંધીજી જેવા સત્યાગ્રહીના નામ હેઠળ યુવાનો આજે આંદોલનકારી બની રસ્તા પર ઊતર્યા છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના નામે હિંસા વધી રહી છે. હાલમાં જ સરકારી ભરતી પ્રક્રિયાની ઘટનાને પગલે દેશનો યુવાન રસ્તા પર ઊતરી આંદોલન કરી રહ્યો છે. ક્યાંક હિંસા કરી રહ્યો છે તો ક્યાંક હિંસાનો ભોગ બની રહ્યો છે. આંખ બંધ કરીને થોડીક ક્ષણો માટે વિચારશો તો સમજાશે કે છેલ્લા કેટલાક સમયમાં ભારતના યુવાનો ભણવામાં ઓછું અને મોરચાઓમાં વધુ ધ્યાન આપી રહ્યાં છે.

રશિયામાં જયારે સામ્યવાદી ક્રાંતિ થઈ હતી તે સમયની વાત છે. તેમણે બધાં જ ધર્મબંધનો ઉડાડી દીધા હતા. બંધનો ગયાં પછી ત્યાં એવી પરિસ્થિતિ હતી કે બાપ સુદ્ધાં પોતાના દીકરાને કંઇ કહી શકતો નહોતો. કોઈ કોઈનું સાંભળતા નહોતા. સિગારેટ ફ્ૂંકો, દારૂ પીઓ, ચાર તરુણ-તરુણીઓ ભેગા થયા તો વ્યભિચાર કરો. એવા સમયે તેમના નેતાઓને સમજાયું હતું કે નિગ્રહ-સંયમ છોડી દઈને સમાજ ટકવો અશક્ય છે. તેથી તેમણે યુવાનોને પરાકાષ્ઠાના સંયમના પાઠ ભણાવ્યા. પોલીટબ્યુરોએ અનાચારની તો મનાઈ કરી, પરંતુ સિગારેટ સુદ્ધાં પર પ્રતિબંધ કર્યો. તેટલાં કડક બંધનો નાખ્યા કે સિડની વેબ જેવાએ લખ્યું કે, ‘સામ્યવાદીઓએ તો ધર્મને ઊડાડીને પોતાના વાદને જ એક ધર્મનું રૂપ આપી દીધું છે.’ આ લખાણ પર પ્રોફેસર લાસ્કીએ વળતો પ્રત્યુત્તર આપ્યો, ‘એકાદ ઉગતા રાષ્ટ્રે પચ્ચીસ વર્ષમાં કરવાનું કામ પાંચ વર્ષમાં કરવાનું હશે તો તે રાષ્ટ્રે જાગૃતપણે અમુક વાતો માટે ધર્મબંધનો જેવા જ આગ્રહ ઊભા કરવા પડે છે.’ એનો અર્થ જ એ કે, ધર્માધિષ્ઠિત બંધન વધુ ટકે છે. તેના વગર વિકાસ અશક્ય જ છે.

તેથી જ યુવાનોને શ્રેષ્ઠ બનાવવા મારે સ્પષ્ટ કહેવાનું છે કે, ‘જીવનમાં ક્યાંક કમર કસીશું, આગ્રહ રાખીશું તો જ વિકાસ શક્ય છે. બંધનહીન જીવનને કદી આકાર આવતો નથી. જેમ માટીનો ગોળો જો આકારનો આગ્રહ ધરતો નથી, તો તેને કદી સુંદર ‘મૂર્તિ’નું સ્વરૂપ પ્રાપ્ત થતું નથી; તેમ હે યુવાન, તું જ્યાં સુધી કરાર- આગ્રહ ઉપાડતો નથી ત્યાં સુધી તારું ખરું યૌવન ઊભું થતું નથી.’

  • સિસ્ટમ સુધરશે તો યુવાન રસ્તા પર નહીં આવે અને આંદોલન નહીં કરે…

    ભારતનો યુવાન શું ઇચ્છે છે? સારું શિક્ષણ, મિનિમમ વેજિસની રોજગારી અને સારું સ્વાસ્થ્ય. પ્રશ્ન યુવાનોનો નથી, પણ ગંદા રાજકારણનો છે. જો આપણી સિસ્ટમ સારી હશે તો યુવાનોને રસ્તા પર આવી આંદોલન કરવાની જરૂર નહીં પડે. શું કામ આપણા યુવાનને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું પડે છે? આજનો યુવાન સમજદાર છે. તેને સાચા–ખોટાની જાણ છે. તેને વિચારોનું સ્વાતંત્ર્ય આપો. તેને અર્બન નક્સલાઇટનો ટૅગ ન આપો. આજનો યુવાન રોજગાર અને શિક્ષણની જ વાત કરે છે. આપણો ઇતિહાસ સાક્ષી છે કે આંદોલનો અહિંસક જ રહ્યાં છે. કોઈ યુવાન કે વિદ્યાર્થી લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ નથી, તમે તેને બનાવી રહ્યા છો. હાલમાં જ ઉચ્ચ અદાલતની એક બેન્ચે મુંબઈના એક કિસ્સામાં એક સુંદર વાક્ય ટાંક્યું છે કે ‘તમે યુવાનો પાસેથી શીખો કે શાંતિપૂર્ણ નિષેધ અને આંદોલન કઈ રીતે થઈ શકે છે.’ એ સાબિત કરે છે કે આપણો યુવાન કેટલો સમજદાર છે. તેને જબરદસ્તી રાજકારણ સાથે ન સાંકળો.

  • ભારતના યુવાનની પરિસ્થિતિ દયનીય છે…

    ભારતના આજના યુવાનની પરિસ્થિતિ ખરેખર દયનીય છે. યુવાનો પાસે રોજગારી નથી. તેઓ લાખો રૂપિયા અભ્યાસ પાછળ ખર્ચે છે પણ નોકરી ન મળતાં દિશાશૂન્ય બન્યા છે. અને આમાં દોષ રાજકારણ અને રાજકારણીઓનો છે. કોઈ એક પાર્ટી કે પક્ષ નહીં, પણ બધા રાજકીય પક્ષનો દોષ છે. શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થતાં લોકોની ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે. કંપનીઓનું ખાનગીકરણ થતાં અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનો મુદ્દો સાચો છે, પણ રાજકારણીઓ એને અલગ રંગ આપી રહ્યા છે. સમાજના પ્રશ્નો યુવાનો નેતાઓ સામે નહીં મૂકે તો કોણ મૂકશે? પણ હા, આ મુદ્દો પ્રસ્તુત કરવાની પદ્ધતિ ખોટી છે. કોઈ પણ વાત હિંસાથી કહી શકાતી નથી. અમે પણ આંદોલન કરીએ છીએ પણ એ અહિંસાપૂર્ણ અને શાંતીપૂર્ણ હોય છે. શિક્ષિત વિદ્યાર્થી રાજકારણમાં હશે તો જ દેશનું રાજકારણ સુધરશે.

  • લડો પઢાઈ કે લિએ ઔર પઢો સમાજ બદલને કે લિએ

    યુવાનોના મુદ્દા ઘણા છે, પણ રાજકારણને કારણે યુવાનોને રસ્તા પર આવીને આંદોલન કરવું પડે છે. શિક્ષણનો સ્તર કથળી રહ્યો છે, રોજગારીની તકો નથી આ મુદ્દાઓ છે જેના પર ખરેખર વિચાર કરવો રહ્યો. ધર્મ-જાતિનું રાજકારણ છોડી ભારતીય તરીકે આપણે એકસાથે દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ. યુવાનોને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. એટલે જ અમારો નારો છે કે ‘લડો પઢાઈ કે લિએ ઔર પઢો સમાજ બદલને કે લિએ’. દરેક મૂવમેન્ટ યુવાનો દ્વારા અને યુવાનોથી જ શરૂ થાય છે એવો આપણા દેશનો ઇતિહાસ પણ છે. પણ આપણા દેશમાં કાસ્ટ, રિલિજન અને કૅશ પર રાજકારણ ચાલી રહ્યું છે. બેરોજગારી અને શિક્ષણ જેવા મુદ્દા પરથી ધ્યાન હટી રહ્યું છે. જો રોજગારી અને શિક્ષણની તકો હશે તો યુવાન રસ્તા પર આવી આંદોલન નહીં કરે.

  • ડર કો ઇતના મત ડરાઓ કિ ડર ખતમ હો જાએ

    પોતાના મુદ્દા સરકાર સામે મૂકવા, પ્રશ્ન પૂછવા એ યુવોનોનો અધિકાર છે અને દેશ માટે તેમનું કર્તવ્ય પણ છે. આજનો યુવાન ગરીબી, ભૂખમરો, બળાત્કારનો શિકાર છે તો પછી પોતાના હક મેળવવા તે રસ્તા પર કેમ ન ઊતરે? હાલમાં સૌથી મોટો પ્રશ્ન ઇક્વાલિટી, યુનિટી અને ડાયવર્સિટીનો છે. અને આ પ્રશ્ન હવે જોખમમાં મુકાયો છે. યુવાનોનો પર્યાય કે અર્થ જ વિચારોની આઝાદી છે, પણ આજે અમારી પાસે વિચાર રજૂ કરવાની આઝાદી નથી. જો સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી દઈએ તો અમારી ધરપકડ કરવામાં આવે છે. આજની સરકારે વાયદો કર્યો હતો કે રોજગારી લાવશે. પણ ક્યાં છે રોજગારી? અને જો કોઈ અવાજ કરે તો તેને ડરાવવા– ધમકાવવામાં આવે છે. તેથી જ આજે યુવાન રસ્તા પર ઊતર્યો છે. હું કહું છું કે ડર કો ઇતના ભી મત ડરાઓ કિ ડર ખત્મ હો જાએ. યુવાન શું ઇચ્છે છે? સારું સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારી. અમે કોઈ એક સરકારનો વિરોધ નથી કરી રહ્યા. દેશનો યુવાન ૧૯૭૭માં પણ રસ્તા પર આવ્યો હતો, અણ્ણા હજારેના આંદોલનમાં પણ જોડાયો હતો અને નિર્ભયા વખતે પણ અમે રસ્તા પર ઊતર્યા હતા. અમારી એક જ માગણી અને ઇચ્છા છે કે દેશને ગરીબ-અમીર અને હિન્દુ-મુસ્લિમમાં ન વહેંચો. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ રહેવા દો.

  • રાજકારણે યુવાનોને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે

    આજનો યુવાન શું ઇચ્છે છે? રોજગારી, સ્વાસ્થ્ય અને સારું શિક્ષણ. બસ, આટલું હશે તો યુવાનો રસ્તા પર આવી આંદોલન કેમ કરશે? વાત યુવા દિવસની હોય તો હવે દેશમાં યુવા દિવસ જેવું કંઈ રહ્યું જ નથી, કારણ કે યુવાનોને બોલવાનો અધિકાર નથી. જે બોલે છે તેને દેશદ્રોહી અને ઍન્ટિનેશન કહેવામાં આવે છે. વાત કરવાનો અધિકાર આપણો બંધારણીય અધિકાર છે, પણ એ મળતો નથી એટલે યુવાન રસ્તા પર આવી આંદોલન કરે છે. આ રાજકારણીઓ અને રાજકારણ જ છે જેણે યુવાનોને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે. આપણી અર્થવ્યવસ્થા ઉદાસીન બની છે. જો યુવાનો માટે કંઈ કરવું હોય તો શિક્ષણ માટે બજેટ વધારો. ૧૪થી ૧૫ ટકા બજેટ શિક્ષણ માટે ફાળવશો તો યુવાનોને સારું શિક્ષણ અને યોગ્ય રોજગારી મળશે તો તમને આંદોલન કરવાની જરૂર નહીં પડે. અને સૌથી મહત્ત્વની વાત તો શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકારણનો જે પગપેસારો છે એ બંધ કરો. શિક્ષણને રાજકારણ સાથે ન જોડો.

  • પિન્કેશ પટેલ “કર્મશીલ ગુજરાત”

Related posts

હું પરિણીત મહિલા સાથે રિલેશનશિપમાં છું અને તેના વિના રહી શકતો નથી. શું કરૂ?

Charotar Sandesh

આજે શિક્ષક દિન એટલે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શ્રેષ્ઠ શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ

Charotar Sandesh

रक्षा बंधन त्यौहार की उत्पत्ति के पीछे कई किंवदंतियाँ हैं : भगवान इंद्र और इंद्राणी से लेकर सिकंदर और पोरस तक

Charotar Sandesh