USA : કોરોના વાઇરસથી બચવા સાથોસાથ આર્થિક પાસાઓ ઉપરાંત નાણાકીય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખવા માટે અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા ગઈકાલ ગુરુવારે કોરોના વાઇરસ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવી આવી છે. જેમાં ડેમોક્રેટ તથા રિપબ્લિકન બંને પાર્ટીના કોંગ્રેસમેન તથા સેનેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાને સ્થાન અપાયું છે. જેઓ આ કમિટીના એકમાત્ર ઇન્ડિયન અમેરિકન લોમેકર છે.
- Yash Patel