સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર્રહમાન બર્ક સામે નોંધાયો કેસ…
લખનઉ : નાગરિકતા કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન અને સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવનારા ઉપદ્રવીઓની વિરુદ્ધ યોગી સરકાર સખ્ત એક્શન મોડમાં આવી ગઈ છે. અફવા રોકવા માટે ૨૦ જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સંભલમાં સમાજવાદી પાર્ટીનાં સાંસદ શફીકુર્રરહમાન બર્કની વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. પ્રદેશભરમાં લગભગ ૩,૦૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. ફક્ત લખનૌમાં હિંસા બાદ ૧૦૨ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, જ્યારે ૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું થે કે હિંસા ફેલાવનારાઓની ઓળખ કરી લેવામા આવી છે અને તેમની સંપત્તિ જબ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.
લખનૌમાં ગુરૂવારનાં થયેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ. સાથે જ ૧૬ પોલીસ કર્મચારીઓ સહિત ૩૦ લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે ૭ એફઆઈઆર નોંધાવી છે. ૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૧૨ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ સંભલમાં ઉપદ્રવીયોએ ગુરૂવારનાં રોડવેજની બે બસોને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ મામલે પોલીસે એસપી સાંસદ શફીકુર્રહમાન બર્ક, એસપી જિલ્લાધ્યક્ષ ફિરોઝ ખાન, કૉર્પોરેટર હાજી મોહમ્મદ શકીલ અને મુશીલ ખાન સહિત ૧૭ લોકોની સામે કેસ નોંધ્યો છે.
હિંસા ભડકાવવાનાં મામલે મેરઠમાં પણ ઘણા લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અહીં મેરઠમાં ખૈરનગરનાં કૉર્પોરેટર સહિત ૯ લોકોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તો ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શામલીમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. શાંતિભંગનાં મામલે પોલીસે ૯ લોકોને કસ્ટડીમાં લીધા છે અને ૯ લોકોની ધરપકડ પણ કરી છે. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને ઉપદ્રવીઓની વિરુદ્ધ સખ્થ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ના પડે. ગોરખપુરમાં એસપીનાં લગબગ ૩૪ નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. તો દેવરિયામાં ૪૦૦ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.