Charotar Sandesh
સ્પોર્ટ્સ

રણજી ટ્રોફી ૮૭ વર્ષમાં પ્રથમ વખત નહીં યોજાય : બીસીસીઆઇ

વિજય હઝારે, મહિલા ટૂર્નામેન્ટ અને વીનૂ માંકડ ટ્રોફીની તૈયારી…

મુંબઇ : કોરોના પછી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા ભારતમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં સફળ રહ્યું છે. હવે બોર્ડ વિજય હજારે, મહિલા વનડે ટૂર્નામેન્ટ અને વિનુ માંકડ અંડર -૧૯ ટ્રોફીનું પણ આયોજન કરશે. બોર્ડ સેક્રેટરી જય શાહે રાજ્યના તમામ એસોસિયેશનને પત્ર લખીને આ માહિતી આપી છે. ૮૭ વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ વર્ષે રણજી ટ્રોફીનું આયોજન નહીં થાય.
તાજેતરમાં સચિવે તમામ સ્ટેટ એસોસિયેશનને પત્ર લખીને વિજય હજારે અને રણજી ટ્રોફીમાં એક ટૂર્નામેન્ટ યોજવા સૂચનો માગ્યા હતા. મોટાભાગના રાજ્યો વિજય હજારે ટૂર્નામેન્ટના સમર્થનમાં છે, કેમ કે તે વનડે ફોર્મેટમાં થાય છે. જ્યારે રણજી ટૂર્નામેન્ટ ટેસ્ટ ફોર્મેટમાં રમવામાં આવે છે.
સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમનારા એક ક્રિકેટરે કહ્યું હતું કે, રણજીને બદલે વિજય હજારે ટૂર્નામેન્ટ આઈપીએલ પહેલા કરવામાં આવે તો સારું. તેમણે કહ્યું કે, આશા છે કે આઈપીએલની ૧૪મી સીઝનની હરાજી પહેલા અમને કેટલીક વધુ મેચ રમવા માટે મળશે. આ ખેલાડીઓ, ખાસ કરીને યુવાનોને એક અથવા વધુ ૈંઁન્ ફ્રેન્ચાઇઝને પ્રભાવિત કરવાની તક આપશે.
દેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ ૪ ટેસ્ટ, ૫ ટી ૨૦ અને ૩ વનડે મેચ રમશે. પ્રથમ ટેસ્ટ ૫ ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં રમાશે. ત્રણેય શ્રેણીની તમામ મેચ ચેન્નાઈ, અમદાવાદ અને પુણેમાં યોજાશે.

આજે બરોડા-તમિલનાડુ વચ્ચે સૈયદ મુસ્તાક અલીની ફાઇનલ
કોરોના વચ્ચે ૧૦ જાન્યુઆરીથી સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. તેની ફાઈનલ ૩૧ જાન્યુઆરીએ તમિલનાડુ અને બરોડા વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ બાયો-સુરક્ષિત વાતાવરણમાં રમવામાં આવી રહી છે. તેની સફળતા પછી, બીસીસીઆઇ હવે બીજી સ્થાનિક ટૂર્નામેન્ટ કરાવવા આગળ વધી રહ્યું છે.

Related posts

આઇપીએલની બાકી મેચો અંગે આરઆરના માલિકે કહ્યું શિડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે…

Charotar Sandesh

આન્દ્ર રસેલને માથા પર બોલ વાગતા ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

ભારત-શ્રીલંકા વન-ડે સીરીઝની તારીખ જાહેર, ૧૮ જૂલાઈએ રમાશે પહેલી મેચ

Charotar Sandesh