મુંબઇ : કોરોના વાયસરની મહામારીને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે તો ઘણી ફિલ્મોના શૂટિંગ પણ અટકી ગયા છે. જે ફિલ્મોની શૂટિંગ ચાલતા હતા તે પણ અટકી ગયા છે. આ સંજોગોમાં નવી ફિલ્મોની તો વાત જ શુ કરવી પરંતુ તેમ છતાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ફર્સ્ટ લૂક ઓગસ્ટમાં રિલીઝ થનારો છે. અયાન મુખરજીની આ ફિલ્મ લોકડાઉનને કારણે અટકી ગઈ છે. આલિયા ભટ્ટ અને રણબીરને લઈને ફેન્સમાં આ ફિલ્મ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
બ્રહ્માસ્ત્ર એક ટ્રાયોલોજી છે. તેની ફિલ્મ મેકર અયાન મુખરજી પહેલા અને બીજા પાર્ટમાં ખાસ અંતર રાખવા માગતા નથી. તેમની પાસે પ્રથમ પાર્ટની બ્લૂપ્રિન્ટ તૈયાર છે. આ ફિલ્મની ટીમે લોકડાઉનનો ભરપુર લાભ લીધો છે. અગાઉ એક સ્પેશિયલ પ્રીવ્યૂ વીડિયો ટ્રેલર તૈયાર કરાયું હતું. જે લોકોને આ ફિલ્મની કાલ્પનિક દુનિયાથી સજાગ કરાવશે.