Charotar Sandesh
ગુજરાત

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરી, ૧૦૮ ને બદલે માત્ર ૫ કળશમાં પાણી ભરાશે…

૫૦ લોકોની હાજરીમાં જળયાત્રા યોજાશે…

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રી ગણેશ જળયાત્રાથી થાય છે, ત્યારે જળયાત્રા આ વર્ષે કેવી રીતે નીકળશે તે સવાલ શ્રદ્ધાળુઓને સતાવતો હતો. ત્યારે જલયાત્રાને મંજૂરી મળી ગઈ છે. જોકે દર વર્ષે ૧૦૮ કળશની સાથે વાજતે-ગાજતે રથયાત્રા નીકળતી હોય છે પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રામાં જોડાશે.
સાબરમતી નદીના આરે વિધિવત રીતે ગંગા પૂજન થશે, જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે. જોકે કોરોના સંક્રમણ ફેલાય તે માટે આ યાત્રામાં નાતો ભજન મંડળી જોડાશે કે ના તો અખાડા. ૫૦થી પણ ઓછા લોકો રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રામાં ભાગ લેશે.
જોકે ગજરાજ દર વર્ષે ૧૮ હોય છે ત્યારે આ વર્ષે માત્ર એક ગજરાજ રાખવામાં આવશે, કારણ કે ગજરાજે ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનંદ ગણપતિજીને યાદ કરતા હોય છે. એટલા માટે એક ગજરાજ સાથે આ જળયાત્રા નીકળશે.
અત્રે નોંધનીય છે કે, રથયાત્રા પૂર્વ જળયાત્રાને લઈને પોલીસનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં જળયાત્રાને લઈને પોલીસની બેઠકમાં ચર્ચા થઈ હતી. જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ પણ ચાલી રહ્યું છે. કોવિડની ગાઈડ લાઇન અને જળયાત્રાની વ્યવસ્થાને લઈને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ અમદાવાદમાં જળયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રા નીકળશે. ૫૦થી ઓછા લોકો સાથે સાદગીથી જળયાત્રા નીકળવા જઈ રહી છે. આ યાત્રામાં ૫ કળશ અને એક ગજરાજ જોડાશે.

Related posts

ધો. ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા CCTV ધરાવતી શાળાને જ કેન્દ્ર અપાશે…

Charotar Sandesh

ધોરણ-૧૦નું ૬૦.૬૪% રિઝલ્ટ જાહેર : ૧૭૪ શાળાઓનું પરિણામ શૂન્ય ટકા…

Charotar Sandesh

ભાડાનું રાજકારણ : કેન્દ્ર અને કોંગ્રેસના વિવાદોની વચ્ચે ફસાયેલા પરપ્રાંતિયો મૂંઝવણમાં મુકાયા…

Charotar Sandesh