Charotar Sandesh
બોલિવૂડ

રવિ કિશનને મુંબઈ જઈને પોતાના નામમાંથી દૂર કરાવ્યું શુક્લા

મુંબઈ : બોલિવૂડમાં ડ્રગ્સના મુદ્દાને લઈને લોકસભામાં ઉઠાવનાર બીજેપી સાંસદ અને અભિનેતા રવિ કિશને મુંબઈમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા છે. રોટી માટે તેણે ક્યાં સમયમાંથી પસાર થવુ પડ્યું હતું. તેની કહાની શેર કરી હતી. યૂપીમાં ફિલ્મ સિટી બનાવવાના પ્રસ્તાવ મંજૂરી મળી છે. જણાવી દઈએ એક જૌન પૂરમાં જન્મેલા રવિ કિશનને મુંબઈનો રસ્તો પકડ્યો હતો. રવિ કિશન શુક્લા ગોરખપુરમાં પોતાની ઓળખાણ જણાવે છે. મુંબઈમાં કેમ છુપાવે છે, શું ડર હતો ? જેના પર રવિ કિશને કહ્યું કે, સિનેમામાં અલગ નજરથી જોવામાં આવે છે. ભૈયા, દુધવાળઆ, ઠેલા વાળા સમજી જતા હતા. ભોજપૂરી હિંદીના લોકોને નીચા સમજવામાં આવતા હતા. એક લડાઈમાં બોલવામાં આવ્યું કે શુક્લાને દૂર કરવા પડશે.
મારી પાસે પૈસા નહોતા. પોતાના પિતાનું નામ હટાવવું તેનાથી દુઃખદ શું હોય શકે. રોટી માટે આવું કરવુ પડ્યું છે. કારણ કે એક મોટા પરિવારને જોવુ પડતું હતું. ભગવાન મને રસ્તો બતાવી રહ્યા હતા. મને લાગ્યું કે સિનેમાનું એક નવુ નામ હશે એટલા માટે આવુ કરવુ પડ્યુ. ચાલીને ગયો, બસમાં ગયો, આ એક બહુ લાંબી કહાની છે. રવિ કિશને કહ્યું કે દેશ તો સમજી જ ગયો હશે કે હું શું કહેવા માંગુ છું.હું જે ઈચ્છી રહ્યો હતો કે ફિલ્મ સિટી અહિંયા બને, સમ્માનની સાથે લોકો અહિંયા કામ કરે. એક સારો માહોલ બની રહે અહીંયા.
પોતાની ભાષા પોતાની ઈંડસ્ટ્રી ઉપર લોકો કામ કરે. જયા બચ્ચને તમારા ઉપર વ્યંગ કર્યો, બોલિવૂડ બે ભાગમાં વહેંચાયેલું છે. શિબિર હશે તો બોલિવૂડમાંથી ડ્રગને કેવી રીતે કાઢશો ? આ સવાલના જવાબમાં બીજેપી સાંસદે કહ્યું ભાગલા નહીં થવા જોઈએ, મારુ સમર્થન કરવું જોઈએ. દરેકના છોકરાઓનું ભવિષ્ય છે. ખરાબ માછલીઓને પકડવી પડશે. સિનેમા એક મોટું માધ્યમ છે. ક્રિકેટ, સિનેમા ખુબ જ માટું માધ્યમ છે. આ પહેલા નહોતું પરંતુ  છેલ્લા ૮-૧૦ વર્ષમાં ઘણી પ્રગતી કરી. સોન્ગ, ફિલ્મોમાં ઘણા ઝડપથી આવ્યા.

Related posts

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌટને ગૃહ મંત્રાલયે આપી “વાય” શ્રેણીની સુરક્ષા

Charotar Sandesh

અર્જુન કપૂર અને મલાઈકા ધરમશાળામાં લઈ રહ્યા છે વેકેશનની મજા…

Charotar Sandesh

સૈફ અલી ખાનની આત્મકથા ૨૦૨૧માં પ્રકાશિત થશે…

Charotar Sandesh