પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશને કÌšં કે, તેઓ પ્રધાનમંત્રી મોદીનાં જીવન પર ભોજપુરીમાં એક ફિલ્મ બનાવશે કે જેથી આ બોલી બોલનારા લોકોનાં સમાજમાં પણ મોદીની જિંદગીને વિશે તેઓ જાણી શકે. તેઓએ એમ કÌšં કે, ચૂંટણી બાદ તેઓ સ્વામી વિવેકાનંદ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવા માટે કામ શરૂ કરશે. ગોરખપુરથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલ રવિ કિશને કÌšં કે, ‘એવું નથી કે રાજનીતિમાં આવ્યા બાદ હું ફિલ્મોથી અલગ થઇ જઇશ. ત્યારે અહીં જ (ગોરખપુર)માં સ્ટુડિયો બનાવીશું અને ફિલ્મોનું શૂટિંગ પણ કરીશું. સાથે સાથે જનતાની સેવા પણ થશે.
તેઓએ કÌšં કે, ‘મારા મગજમાં ભોજપુરી સિનેમામાં અનેક ચીજા કરવા માટે છે. મોદીજી પર પમ બાયોપિક બનાવીશું કે જેથી ભોજપુરી સમાજ પણ તેમનાં જીવનનાં વિશે જાણે.’ રવિ કિશને કÌšં કે, ‘આ સિવાય સ્વામી વિવેકાનંદ અને અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવાનું હું વિચારી રહ્યો છું.’ તેઓએ કÌšં કે, “હું મોદીજીનાં જીવનથી ખૂબ પ્રભાવિત છું. ૨૦૧૪માં મોદીજીએ જ્યારે શૌચાલયને વિશે વાત કરી…., આવું મેં પહેલી વાર જાયું હતું કે જ્યારે કોઇ પ્રધાનમંત્રીનો વિચાર આવો પણ હોઇ શકે છે. જેથી હું તેમનાંથી ખૂબ પ્રભાવિત છું.”