જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી આપણો પાડોશી દેશ બેચેન છે…
પાકિસ્તાન આતંકવાદનો ખાત્મો ના કરે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં, સરકાર રહે કે ન રહે અમે ભારત માતાના મસ્તકને ક્યારેય ઝૂકવા નહીં દઈએ…
પંચકૂલા,
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો છે. રક્ષા મંત્રીએ ઈમરાન ખાનની સરકારને ચેતવણી આપી છે કે પાકિસ્તાન સાથે હવે માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) પર થશે. રક્ષા મંત્રીએ આ વાત હરિયાણાના કાલકામાં એક જાહેરસભાને સંબોધિત કરતાં કહી. છેલ્લા થોડાક સમયથી પાકિસ્તાનને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ ભારત ફરી એકવાર ર્ઁદ્ભના બાલાકોટમાં કાર્યવાહી કરી શકે છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પુલવામામાં અમારા સૈનિકોની સાથે જે થયું ત્યાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કરી લીધો હતો કે ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું. અમારી વાયુસેનાના જવાનોએ પીઓકેના બાલાકોટમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરી દીધો હતો. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે એક પણ માણસ નથી મર્યો અને હવે હુમલાનો ડર સતાવી રહ્યો છે.
રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન પીઓકેમાં ઊભા રહીને કહી રહ્યા હતા કે ભારત બાલાકોટ એર સ્ટ્રાઇકથી પણ મોટી સ્ટ્રાઇક કરવાનું વિચારી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના પીએમે પણ સ્વીકારી લીધું છે કે બાલાકોટમાં ભારતે મોટું નુકસાન કર્યું હતું.
પાકિસ્તાન પર હુમલો કરતાં રક્ષા મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી આપણો પડોસી દેશ બેચેન છે. પાકિસ્તાન દુનિયાભરથી મદદની અપીલ કરી રહ્યું છે પરંતુ દરેક જગ્યાએ તેને નિરાશા જ હાથ લાગી રહી છે. હવે દુનિયાને ખબર પડી ચૂકી છે કે પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપે છે. હવે તો અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ભારતની સાથે બેસીને વાત કરો, અહીં આવવાની જોઈ જરૂર નથી.
રક્ષા મંત્રીએ કહ્યું કે અમે ભારતની જનતાને વિશ્વાસ આપીએ છીએ છે કે સરકાર રહે કે ન રહે અમે ભારત માતાના મસ્તકને ક્યારેય ઝૂકવા નહીં દઈએ. તેઓએ કહ્યું કે પાકિસ્તાનના લોકો કહે છે કે બંને દેશોની વચ્ચે વાતચીત થવી જોઈએ પરંતુ કઈ વાતે થવી જોઈએ, કયા મુદ્દા પર થવી જોઈએ? જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદને ખતમ નહીં કરે ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત શક્ય નથી. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન સાથે ભવિષ્યમાં જે પણ વાતચીત થશે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર થશે અને બીજા કોઈ મુદ્દે વાત નહીં થાય.