કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધીએ પોતાના પિતા દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટિપ્પણી પર સખત જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમારા કર્મ તમારી રાહ જોઇ રહ્યા છે અને મારા પિતાને વચ્ચે ખેંચવાથી પણ તમે નહી બચી શકો. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી બેલગામ સનકમાં એક ઇમાનદાર વ્યક્તિની શહીદીનું અપમાન કરે છે.
પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, શહીદોના નામ પર મતો માગીને તેમની શહીદીનું અપમાન કરનારા વડાપ્રધાને કાલે પોતાની બેલગામ સનકમાં એક સારા અને પાક વ્યક્તિની શહીદીનું પણ અપમાન કર્યું. જવાબ અમેઠીની જનતા આપશે જેમના માટે રાજીવ ગાંધીએ પોતાની જાન આપી દીધી. હા, મોદીજી આ દેશ દગાખોરોને ક્યારેય માફ નથી કરતો.
ઉલ્લેખનીય છે કે PM મોદીએ શનિવારે કોંગ્રેસ પર રાફેલ સોદાને લઇને તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવતાં પૂર્વ PM રાજીવ ગાંધીના બહાને રાહુલ ગાંધીની ટીકા કરી હતી. PM મોદીએ રાજીવ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ મિસ્ટર ક્લિન’ જીવનકાળ ભ્રષ્ટાચારી નંબર વનના રૂપમાં સમાપ્ત થયું હતું.