Charotar Sandesh
ગુજરાત

રાજ્યના વાહન વ્યવહાર વિભાગનું જાહેરનામું : વાહનની ગતિ મર્યાદા નક્કી કરાઈ…

ગાંધીનગર : ગુજરાતમાં વાહનની ગતિ મર્યાદા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહનની ગતિ મર્યાદા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાજ્યમાં એક્સપ્રેસ હાઈ-વે પર ૧૨૦ની સ્પીડે ચલાવી શકાશે, જ્યારે નેશનલ હાઈવે પર ૧૦૦, સ્ટેટ હાઈવે પર ૮૦ની સ્પીડે વાહન ચલાવવા નક્કી કરવામાં આવ્યું છે. મનપા શહેરી વિસ્તારમાં ૬૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. આ સિવાય માલસામાનની હેરફેર કરતા વાહનની ગતિ મર્યાદા પણ નક્કી કરાઈ છે.
જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહનોની ગતિ મર્યાદા નક્કી કરાઈ

ગાડી માટે સ્પીડ લિમિટ :
એક્સપ્રેસ હાઇવે ૧૨૦ કિ.મી
નેશનલ હાઇવે ૧૦૦ કિ.મી
સ્ટેટ હાઇવે ૮૦ કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર ૬૫ કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ ૫૦ કિ.મી
માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઇવે ૮૦ કિ.મી
નેશનલ હાઇવે ૮૦ કિ.મી
સ્ટેટ હાઇવે ૭૦ કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર ૬૦ કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ ૪૦ કિ.મી
દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા
નેશનલ હાઇવે ૮૦ કિ.મી
સ્ટેટ હાઇવે ૭૦ કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર ૬૦ કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ ૫૦ કિ.મી

Related posts

અંબાજી મંદિર કોરોના સંક્રમણને ધ્યાને લઇ ૪ જુન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે…

Charotar Sandesh

ગુજરાતમાં એકસાથે ૩૪ PI અને ૫૦ PSI ની બદલી થતા ખળભળાટ…

Charotar Sandesh

રાજ્યમાં સ્કુલોમાં કેમ્પ કરી ૨૬ લાખ તરુણોને રસી અપાશે

Charotar Sandesh