Charotar Sandesh
ગુજરાત

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા થશે શરૂ…

જિલ્લાના ૧૪ કેન્દ્ર પરથી ખરીદી શરૂ થશે, સીસીટીવી મોનિટરીંગ કરાશે…

રાજકોટ : આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાનો સમાવેશ થાય છે. કુલ ૨૨ જેટલા કેન્દ્રો પર મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તમામ કેન્દ્રો પર વર્ગ ૨ના અધિકારી દ્વારા ખરીદી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવામાં આવશે. સાથે જ વર્ગ-૩ના કર્મચારી તેમજ નિગમના કર્મચારી પણ ખરીદી પ્રક્રિયામાં જોડાશે. સાથે જ તમામ કેન્દ્રો પર કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગાઉથી જ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે.
બંને અધિકારીઓએ અમારા માંગણી ગ્રાહ્ય રાખી છે. ગત વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં અનેક કૌભાંડ ખુલ્યા હતા. મગફળી ખરીદ કર્યા બાદ જિલ્લાના ૧૫૦ જેટલા ગોડાઉનમાં રાખવામાં આવશે. પારદર્શિતાના ભાગરૂપે પહેલેથી જ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં જરૂર પડે તો વધારે ગોડાઉન ભાડે રાખવામાં આવશે. આવતીકાલથી જ્યારે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે ત્યારે ખેડૂતોને ક્રમશઃ એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવશે. તેમજ શરૂઆતના દિવસોમાં અંદાજિત ૬૦ જેટલા ખેડૂતોને પ્રત્યેક સેન્ટર દીઠ બોલાવવામાં આવશે. ત્યાર બાદ પ્રતિદિન ૧૦૦ ખેડૂતો બોલાવવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં ૨૫ કિલોની ભરતી ભરવામાં આવશે.
જે બાબતની જાહેરાત ખુદ રાજ્યના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવી છે. જોકે, મગફળીમાં ભેજ તેમજ ઉતારાને લઈને કોઈપણ નિયમોમાં ફેરફાર કરવામાં નથી આવ્યા. બીજી તરફ ખુદ ખેડૂતો પણ કહી રહ્યા છે કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ છે. આથી સરકાર અન્ય નિયમોમાં ફેરફાર કરે તો ખેડૂતોને ફાયદો પહોંચી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં અનેક પ્રકારના વાંધા વચકા તેમજ કૌભાંડો સામે આવ્યા હતાં. રાજકોટ શહેર તેમજ જૂનાગઢમાં જવાબદારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

Related posts

સ્કૂલોની જેમ હવે ટેક્નિકલ કૉલેજો પણ ટ્યૂશન ફી લઇ શકશે : સરકારનો નિર્ણય…

Charotar Sandesh

સુરત મહિલા પીએસઆઈ આપઘાત : ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયા અંતિમસંસ્કાર…

Charotar Sandesh

AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : વડોદરામાં કેજરીવાલે આપી ગેરંટી

Charotar Sandesh