13600 એક્ટિવ કેસમાંથી 93 વેન્ટિલેટર પર,13507ની હાલત સ્થિર…
રાજ્યમાં કોરોના વિસ્ફોટ યથાવત છે. ગઇકાલે 1515 કોરોના કેસ બાદ આજે નવા 1495 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13ના મોત થયા છે. આ પહેલા 5 ઓક્ટોબરના રોજ 13 દર્દીના મોત થયા હતા. આજે 1167 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખ 97 હજાર 412એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 3859 થયો છે. તો 1 લાખ 79 હજાર 953 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં હાલ 13600 એક્ટિવ કેસ છે. જેમાંથી 93 વેન્ટિલેટર પર છે જ્યારે 13507 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 63,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારસુધીમાં કુલ 72 લાખ 35 હજાર 184 ટેસ્ટ થયા છે.
ગુજરાતમાં કોરનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યના 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જારી કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. રૂપાણીએ જણાવ્યું છેકે, ગામમાં સંક્રમણ વધે નહીં તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર નીકળે નહીં. રાજ્યની તમામ જનતા માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોઁધાયેલા કેસની વિગત…
22/11/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 341 |
સુરત | 266 |
વડોદરા | 166 |
ગાંધીનગર | 94 |
ભાવનગર | 23 |
બનાસકાંઠા | 28 |
આણંદ | 15 |
રાજકોટ | 145 |
અરવલ્લી | 15 |
મહેસાણા | 60 |
પંચમહાલ | 24 |
બોટાદ | 3 |
મહીસાગર | 20 |
ખેડા | 23 |
પાટણ | 30 |
જામનગર | 40 |
ભરૂચ | 13 |
સાબરકાંઠા | 21 |
ગીર સોમનાથ | 14 |
દાહોદ | 15 |
છોટા ઉદેપુર | 3 |
કચ્છ | 31 |
નર્મદા | 8 |
દેવભૂમિ દ્વારકા | 4 |
વલસાડ | 0 |
નવસારી | 4 |
જૂનાગઢ | 27 |
પોરબંદર | 2 |
સુરેન્દ્રનગર | 16 |
મોરબી | 15 |
તાપી | 12 |
ડાંગ | 0 |
અમરેલી | 17 |