Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કોરોના વેક્સિન માટે મતદાર યાદીના આધારે ડોર ટૂ ડોર સર્વે શરૂ…

ગાંધીનગર : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત ૧૦ ડિસેમ્બર(આજથી)થી ૧૩ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવી છે. જેના આધારે આજે વહેલી સવારથી અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સર્વેની કામગીરે શરૂ થઈ ગઈ છે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે, એ રીતે સર્વે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે. કોરોનાની રસીકરણની પૂર્વ તૈયારીઓને લઈને વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. વડોદરા જિલ્લામાં ૧૩૧૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ જાન્યુઆરી-૨૦૨૧ રોજ જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે અને ૫૦ વર્ષથી ઓછી ઉંમરના, પરંતુ, બિમાર એટલે કે કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટા બેઝ તૈયાર કરાશે અને ૧૩ ડિસેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરીને ૧૪ ડિસેમ્બરે ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારને મોકલી દેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરના ૯૫૮ જેટલા મતદાન બુથ પ્રમાણે ૧ હજારથી વધારે ટીમ દ્રારા ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિ અને ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની ઉંમરના કેન્સર,હ્રદય રોગ,કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી આવશે અને જ્યારે પણે વેક્સિન આવશે ત્યારે આ યાદીના આધારે તેને વેક્સિન આપવાનું આયોજન ગોઠવવામાં આવશે..મહાનગરપાલિકાની ટીમ દ્રારા જે વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવે છે તેમાં આવા વ્યક્તિઓના મોબાઇલ નંબર,આધારકાર્ડ નંબર સાથેનો ડેટા તૈયાર કરવામાં આવે છે.
આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે અને ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. વેક્સિનેશન માટે રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે.

Related posts

સુરતમાં બીજો હિટ એન્ડ રન : લક્ઝુરિયસ કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ચાલક ગંભીર રીતે ઘાયલ…

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે રોજ ૧૨ હાજર પ્રવાસીઓને એન્ટ્રી મળશે…

Charotar Sandesh

૨૧ તાલુકામાં ૪થી ૧૨ ઇંચ વરસાદ, એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત…

Charotar Sandesh