Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં હોસ્પિટલોમાં ૭૦ ટકાથી વધુ બેડ ખાલી, ચિંતા કરવાની જરૂર નથી : નિતીન પટેલ

રોજ ૨ લાખ વ્યક્તિને વેક્સીન અપાશે…

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે છતાં ચિંતાનો વિષય નથી. સ્થિતિ ગંભીર નથી એવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. તેમણે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં કેસ ભલે વધ્યા પરંતુ ચિંતાનો વિષય નથી. રાજ્યમાં કોરોનાના ૭૦% બેડ ખાલી છે. રાજ્યમાં દર્દીઓને દાખલ કરવા માટે તમામ વ્યવસ્થાઓ કરી રાખી છે પરંતુ હાલમાં જે કેસ આવી રહ્યા છે તે ગંભીર નથી. દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આ સંક્રમણ આખા દેશમાં દરેક રાજ્યમાં વધી રહ્યુ છે. જ્યારે સંક્રમણ વધી રહ્યુ હોય ત્યારે જેમની રોગ પ્રતિકારત શક્તિ ઓછી હોય અને પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોય તેમને સંક્રમણ લાગે છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, ’રાજ્યમાં આપણે સૌને ઝડપથી વેક્સીન આપી દઈશું. ગઈકાલે ૧૩,૫૭,૦૦૦ નવા વેક્સીનના ડોઝ ફાળવી આપવામાં આવ્યા છે. આ ડોઝમાંથી ગાંધીનગરને ૭,૭૭,૦૦૦ નવા ડોઝ ફાળવી આપ્યા છે. રાજકોટ ખાતે ૧,૬૬,૫૦૦ ડોઝ, વડોદરામાં ૨,૧૩,૪૦૦ ડોઝ ફાળવી આપવામાં આવ્યા છે. આ વેક્સીનના ડોઝ સેન્ટર પરથી તમામ સરકારી દવાખાના, પીએચસી, સીએચસી વગેરે જગ્યાએ ફાળવી નાખવામાં આવશે.’
’નાગરિકોને વધુમાં વધુ સારી રીતે વેક્સીન આપવા માટે આરોગ્ય વિભાગ સક્ષમ છે અને સારી કાર્યવાહી કરી રહ્યું છે. ગઈકાલે રજાના દિવસે પણ ૨ લાખ જેટલી રસી આપવામાં આવી છે અને સરકારનો નિર્ધાર છે કે હવે પછી રોજ ૨ લાખ વ્યક્તિને કોરોના વેક્સીન આપવામાં આવશે જેથી જલ્દીથી આ સંક્રમણની ચેન તોડી શકાય.
તેમણે ઉમેર્યુ, ’કોઈ પણ હૉસ્પિટલમાં બેડની સુવિધા ઓછી છે એવું નથી. મોટાભાગના દર્દી ઘરે સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત સરકારની જે હૉસ્પિટલમાં કોવિડની સારવારની સુવિધા કરવામા આવી છે તે પૈકીની ૭૦ ટકા બેડ ખાલી છે. તેની સગવડ અને તમામ તૈયારીઓ કરી છે.

Related posts

દરિયાપુર મનપસંદ જુગાર મામલો : પીઆઇ, પીએસઆઇ સહિત ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ

Charotar Sandesh

અમદાવાદ BRTS બસની અડફેટે ૨ યુવાનના મોત : લોકોમાં ભારે રોષ, બસમાં તોડફોડ કરી…

Charotar Sandesh

ડ્રીમ પ્રોજેક્ટ થંભ્યો : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ થવાની શક્યતા…

Charotar Sandesh