Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યમાં ૧૩ જિલ્લા કોરોનામુક્ત થવાની તૈયારીમાં : ૧૦થી ઓછા કેસ એક્ટિવ, જાણો કયા ૧૩ જિલ્લા…

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જોકે ગુજરાતના આ ૧૩ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૦ કરતાં ઓછી છે અને લાંબા સમયથી કોરોનાના નવા કેસો આવી નથી રહ્યા તેથી આ જિલ્લા કોરોનામુક્ત થઈ શકે તેમ છે. તો આવો અમે તમને જણાવીએ આ કયા ૧૩ જિલ્લા છે જ્યાં ૧૦ કરતાં ઓછા એક્ટિવ કેસ છે. આ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે તેમ છે.

ગુજરાતના આ ૧૩ જિલ્લાની વાત કરવામાં આવે તો, અમરેલી-૯, આણંદ-૬, અરવલ્લી-૨, બોટાદ-૩, ડાંગ-૨, દેવભૂમિ દ્વારકા-૪, ગીર સોમનાથ-૩, જૂનાગઢ-૪, મહિસાગર-૭, મોરબી-૧, નર્મદા-૫, પોરબંદર-૪ અને તાપીમાં ૧ એક્ટિવ કેસ છે. ગુજરાતના આ ૧૩ જિલ્લામાં ગમે ત્યારે કોરોના મુક્ત થઈ થકે છે. કારણે આ તમામ દર્દીઓ સાજા થશે ત્યારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવા આવી રહ્યો છે જોકે કોરોના અટકવાનું નામ જ નથી લેતો. ત્યારે ગુજરાતના ૧૨ એવા જિલ્લા છે જ્યાં એક્ટિવ કેસ માત્રને માત્ર ૧૦ની અંદર છે. આ તમામ દર્દીઓ જો સાજા થઈ જશે તો આ ૧૩ જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.

Related posts

ટ્રમ્પ જોઈ ન જાય એ માટે પહેલા દીવાલ બાંધી, હવે 45 પરિવારોને ઝુંપડા ખાલી કરવા આદેશ…!

Charotar Sandesh

મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ તારીખે સુનાવણી થશે

Charotar Sandesh

રાજ્યમાં એકદમ વાદળો છવાશે, ૭થી ૧૪મી મે વચ્ચે ગાજવીજ સાથે વરસાદ : અંબાલાલ પટેલ

Charotar Sandesh