ગાંધીનગર : રાજ્યમાં ૪ દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે. હજી પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની ઘટ છે. રાજ્યના અલ- અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ૪ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. બીજી બાજુ હાલ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શરૂઆતમાં ધમાકેદાર વરસાદ બાદ મેઘરાજા શાંત થઈ ગયા છે. જેના કારણે લોકો અલગ અલગ રીતે રીઝાવવાની કોશિશ કરી રહ્યા છે.
આવા સમયે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વરસાદને લઈ અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. અલગ અલગ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હજુ પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘરાજાએ પોતાની કૃપાદષ્ટિ ઉતારી નથી. ત્યારે વરસાદ મામલે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી ૪ દિવસ હળવો મધ્યમ વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયાથી ભારે વરસાદ આવી શકે છે.
ગુજરાત રિજીયનમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. જેના કારણે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં મોટી અસર થવાના પણ એંધાણ આપ્યા છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.