Charotar Sandesh
ગુજરાત

રાત્રીની તમામ ટ્રેનોમાં મહિલા કોન્સ્ટેબલોની ફાળવણી કરવા રેલ્વે આઇજીનો આદેશ…

ટ્રેનમાં શિક્ષિકા ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની શોધખોળ ચાલુ…

ગુજરાત ક્વિનના મહિલા કોચમાં ગુરૂવારે રાત્રે નવસારીથી અમલસાડ વચ્ચે વલસાડ આવતી શિક્ષિકા ઉપર કરવામાં આવેલ દુષ્કર્મના પ્રયાસ બાદ સતર્ક થયેલી આરપીએફ દ્વારા આરોપીનો સ્કેચ બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલી જીઆરપીની મિટિંગમાં ગુજરાત કિવન ટ્રેનમાં દુષ્કર્મનો મુદ્દો ચર્ચાયો હતો. જેમાં રાત્રીની તમામ ટ્રેનોમાં સિવિલ યુનિફોર્મમાં મહિલા કોસ્ટેબલ ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે. અને જીઆરપી અને આરપીએફ સાથે ૨ અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા આદેશ કરવામાં આવ્યો છે.
વડોદરા ખાતે રક્ષાબંધન નિમિતે ભાઈને રાખડી બાંધી ગુજરાત કિવનના લેડીઝ કોચમાં પરત આવતી વલસાડની શિક્ષિકા ઉપર નવસારી રેલવે સ્ટેશન બાદ એક અજાણ્યા ૩૦ વર્ષીય યુવક દ્વારા શિક્ષિકા ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાંબાઝ મહિલા શિક્ષિકા આરોપીના તાબે ન થઈને અમલસાડ રેલવે સ્ટેશન આવતા ટ્રેનના આગળના જનરલ કોચમાં પહોંચી યાત્રીઓની મદદ માંગી હતી. અમલસાડ ખાતે આરોપી મહિલા કોચમાંથી ફરાર થઇ ગયો હતો. મહિલાએ વલસાડ આવીને ય્ઇઁ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે રાત્રિની તમામ ટ્રેનોના મહિલા કોચમાં સિવિલ યુનિફોર્મમાં મહિલા કોસ્ટેબલ ફાળવવા આદેશ કરવામાં આવ્યો હતો.

Related posts

સરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…?!! પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!

Charotar Sandesh

ભાજપ અમારા કોર્પોરેટરોને લાલચ આપી તોડવાનો કરી રહ્યો છે પ્રયાસ : આપ

Charotar Sandesh

ભાવવધારો : સિંગતેલના ભાવમાં રૂપિયા ૧૫નો અને કપાસિયા તેલમાં ૨૫ રૂપિયાનો વધારો…

Charotar Sandesh