Charotar Sandesh
ઈન્ડિયા

રામ મંદિરનો યશ મોદીજીને નહીં, રાજીવ ગાંધીને આપો : સુબ્રહ્મણ્યમ સ્વામી

રામ મંદિરના દરવાજા રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા…

ન્યુ દિલ્હી : ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષયમાં કશું પ્રદાન કર્યું નથી.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીએ કહ્યું કે સરકારના વડા તરીકે રામ મંદિરના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું હોવાનું મારા ધ્યાનમાં નથી.
‘રામ મંદિરની તમામ ચર્ચા અમે બધાએ કરી. સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. હા, જેમણે રામ મંદિર માટે કશું કર્યુ એમનું નામ હું પહેલાં આપી ચૂક્યો છું. કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિર માટે કંઇક કર્યું હતું’ એમ સ્વામીએ કહ્યું હતું
જો કે ટીવી ચેનલ પરનો આ ઇન્ટરવ્યું સ્વામીએ ક્યારે આપ્યો હતો એ સ્પષ્ટ થયું નથી, પરંતુ ભાજપના જ નવી દિલ્હીના હરિ નગરના કોર્પોરેટર તેજિંદર સિંઘ બગ્ગાએ આ ઇન્ટરવ્યૂના મુદ્દે સ્વામીને ધેર્યા હતા. બગ્ગાએ નિંદાસૂચક શબ્દોમાં સોશ્યલ મિડિયા પર લખ્યું, ‘ગિરગીટ સ્વામી કહે છે કે રામ મંદિરના નિર્માણમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કશું પ્રદાન નથી, ગિરગીટ સ્વામી રામ મંદિરનો યશ રાજીવ ગાંધીને આપે છે, બોલો!

Related posts

૮,૧૦,૨૦-૨૨ અને ૩૫ સીટવાળા પણ વડાપ્રધાન બનવાના સપના જાવે છેઃ મોદી

Charotar Sandesh

તારીખ પે..તારીખ…તારીખ પે તારીખ… ત્રણ માર્ચે ખરેખર ફાંસી અપાશે ખરી..!?

Charotar Sandesh

બાબા રામદેવનું યુ-ટર્નાસનઃ વિદેશી કંપનીઓ સાથે કરશે ભાગીદારી..!

Charotar Sandesh