મુંબઇ : સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં અમિતાભ બચ્ચનના મૌન પર કંગના રનૌતે સવાલ ઉઠાવ્યા છે. આટલું જ નહીં રામ મંદિર ભૂમિ પૂજન બાદ બિગ બીએ કોઈ શુભેચ્છા ના પાઠવતા કંગનાએ તેમને આડે હાથ લીધા હતા. કંગનાએ બુધવાર, ૧૯ ઓગસ્ટની રાત્રે રિપબ્લિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં સુશાંત ડેથ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય અંગે વાત કરી હતી. આ દરમિયાન કંગનાને પૂછવામાં આવ્યું હતું કે કેમ અમિતાભ જેવા મોટા સ્ટાર્સ સુશાંતને ન્યાય અપાવવા માટે ચાલતા કૅમ્પેનનો હિસ્સો ના બન્યા.
કંગનાએ કહ્યું હતું, અમિતાભ બચ્ચન આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહાનાયક છે. તે રામ મંદિરના ભૂમિ પૂજન પર કોઈને શુભેચ્છા આપી શકતા નથી. આ માફિયાનો ડર છે. હું તેમને જજ કરવા ઈચ્છતી નથી અને હું કોણ કે એમ કહું કે તેઓ આ અંગે શું વિચારે છે.