Charotar Sandesh
ઈન્ડિયા

રાષ્ટ્રીય વ્યાપી બેંક હડતાળ : બેકિંગ સેવાને માઠી અસર, લોકો હેરાન…

૩૦૦૦૦૦ બેંક કર્મચારીઓ હડતાળ પર ગયા : બેંક કર્મચારીઓની મર્જર અને અન્ય માંગ સાથે હડતાળ…

મુંબઇ : બેંક કર્મચારીઓની રાષ્ટ્રીય વ્યાપી હડતાળના કારણે આજે સેવા પર માઠી અસર થઇ હતી. સરકારી લેવડદેવદને પણ અસર થઇ હોવાના હેવાલ મળ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં આશરે ૩૫૦૦૦૦ કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા નથી.

હડતાળના પરિણામ સ્વરુપે બેંકિંગ ઓપરેશનને માઠી અસર થઇ છે. ગઇકાલે યોજાયેલી વાતચીત ફ્લોપ રહ્યા બાદ હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને ચાર બેંકોમાં ફેરવી દેવાના સરકારના નિર્ણય સામેના વિરોધમાં બેંક યુનિયનો હડતાળ પર છે.  બેંક યુનિયનોએ  બોલાવવામાં આવેલી બેઠક સફળ ન રહેતા બેઠકને રદ કરીને હડતાળ ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.  ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) દ્વારા વાતચીત માટે બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ આ વાતચીત નિષ્ફળ ગઇ હતી. શ્રમ મંત્રાલય દ્વારા વાતચીતના પ્રયાસો કરવામાં આવ્યા હતા.  બે એસોસિએશન દ્વારા ૧૦ બેંકોને ચાર બેંકોમાં ફેરવી નાંખવાના સરકારના નિર્ણય સામે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે.

Related posts

ચોમાસાંનો મહારાષ્ટ્રમાં પ્રવેશ, ૨-૩ દિવસમાં મુંબઇમાં વરસાદ આવશે…

Charotar Sandesh

કોરોના : એક જ દિવસમાં ચારના મોત, કુલ મૃત્યુઆંક ૧૭…

Charotar Sandesh

હાઇ-વે પર આડેધડ પાર્કિંગ કરનાર સાવધાન : વાહન જપ્ત થશે…

Charotar Sandesh