સુરેન્દ્રનગર : તા-૨૯/૨/૨૦૨૦ ને શનિવારનાં રોજ પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગ ની રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગરની જિલ્લા કારોબારી બેઠક શિવાનંદ આશ્રમ દિવ્ય જીવન સંઘ રતનપર ખાતે યોજાઈ ગઈ. જેમાં સાંધીક ગીત દિનેશભાઇ જોશી અને અમૃત વચન દશરથસિંહ અસવારે કર્યું, ત્યારબાદ તાલુકા વાઇઝ વૃત લેવામાં આવ્યું. રાજ્ય પ્રતિનિધિ પ્રદેશ મંત્રી બ્રિજરાજસિંહ રાણાનું છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ આશ્રમ નાં મહંત સ્વામી શ્રી ગોપાલાનંદજીનું પણ છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
મહિલા પ્રમુખ ગીતાબેન અને જયાબેને સંગઠનમાં મહિલા વધુમાં વધુ જોડાય તેવા સઘન પ્રયત્નો કરવા આહવાન કર્યું, રાજ્ય કારોબારી માં થયેલ કામગીરી ની વાત નરવિરભાઈ, દિનેશભાઇ અને બ્રિજરાજસિંહ રાણાએ કરી,તાલુકા વાલી તરીકેની જવાબદારી દરેક જિલ્લા કારોબારી સભ્યોને સોંપવામાં આવી અને તેની કાર્ય યોજના બનાવી વધુમાં વધુ પ્રવાસો કરી સંગઠન મજબૂત કરવાની પહેલ કરી, સૌરાષ્ટ્ર બેઠક માટે તાલુકા વાઇઝ સંખ્યા લાવવાની જવાબદારી સોંપવામાં આવી, માધ્યમિક સંવર્ગનાં મહામંત્રી ભગિરથસિંહ એ સંગઠનને મજબૂત કરવા તમામ કામે લાગી જવા હાકલ કરી, પ્રમુખશ્રી રણછોડભાઇ કટારીયાએ તમામ તાલુકાનાં પ્રશ્નો સાંભળી તેને હલ કરવાની ખાતરી આપી તેમજ રાજ્ય કક્ષાએ મજબૂતાઈ રજુઆત કરી હોવાથી મહત્વનાં પ્રશ્નો હલ કરવા ની નજીકમાં છે સ્વામીશ્રી ગોપાલાનંદજી એ રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ને જ્યારે પણ જરૂર પડે ત્યારે જગ્યાનો ઉપયોગ કરી શકે છે તેમજ દરેક કારોબારી સભ્યોને ભગવદ્ ગીતા સહિતના 15 થી વધુ ધાર્મિક પુસ્તકો અંદાજિત 500 જેટલી કિંમત નાં નિઃશુલ્ક આપ્યાં, અનિલભાઇ મકવાણાએ આભારવિધિ કરી તેમજ તમામ કાર્યક્રમ નું સફળતાપૂર્વક સંચાલન જીજ્ઞેશભાઈ આલે કર્યું અંતે અલ્પાહાર લઈ સૌ છુટા પડ્યા.
- ભગીરથસિંહ રાણા, સુરેન્દ્રનગર