Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

રિલાયન્સે ભર્યો ૬૭ હજાર કરોડનો જીએસટી : નંબર-૧ કંપની બની…

ન્યુ દિલ્હી,
દેશનાં સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણીએ સોમવારે ઘણી જાહેરાતો કરી. રિલાયન્સની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ ઘણી જાહેરાતો કરી અને ભવિષ્યમાં આવનારા પ્લાન વિશે જાણકારી આપી. આ દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી GST આપનારી સૌથી મોટી કંપની બની ગઇ છે. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ તરફથી ગત વર્ષે ૬૭ હજાર કરોડ રૂપિયાનો ય્જી્‌ ભર્યો.
માત્ર GST જ નહી પરંતુ ટેક્સનાં મામલામાં પણ રિલાયન્સ સૌથી આગળ છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કુલ ૧૨૧૯૧ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો.
નોંધનિય છે કે, આ બેઠક દરમિયાન ઘણી અન્ય નવી યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી. તે સિવાય રિલાયન્સને સૌથી મોટો રોકાણકાર પણ મળી ગયો છે. RIL ઓઇલ અને કેમિકલ ડિવિઝનમાં સાઉદી અરબની કંપની ‘સાઉદી અરેમેકો’એ ૨૦ ટકા રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.

Related posts

કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોનાથી મોત થનારને રોકવામાં ૮૨ ટકા અસરકારક…

Charotar Sandesh

ભારતમાં નવેમ્બરમાં જ કોરોનાની એન્ટ્રી થઇ ગઇ હતી : વૈજ્ઞાનિકોનું અનુમાન

Charotar Sandesh

અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે…

Charotar Sandesh