મુંબઈ : ફેમસ પંજાબી રેપર બાદશાહે એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મારા રેપ પ્રોફેશનને કારણે મારી ગર્લફ્રેન્ડ મને છોડીને જતી રહી હતી, રેપિંગને કારણે મારી ઘણી મહત્ત્વની વસ્તુઓને અલવિદા કહેવું પડ્યું હતું. ૧૮ નવેમ્બરે બાદશાહે ઈન્ટરસ્ટેલર સોન્ગ રિલીઝ કર્યું છે, જેને યુટ્યુબ પર અત્યાર સુધી ૩૬ લાખ લોકોએ જોયું છે. આ ઉપરાંત તેણે અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ’ગુડ ન્યૂઝ’ માટે સોન્ગ પણ ગાયું છે.
બાદશાકે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, હું ત્રણ વર્ષની ઉંમરથી જ એક છોકરી ને ગાંડાની જેમ પ્રેમ કરતો હતો, પરંતુ મારા રેપિંગને કારણે તેને મને છોડી દીધો. તેને લાગતું હતું કે રેપિંગમાં મારું કોઈ કરિયર નથી. માત્ર ગર્લફ્રેન્ડ જ નહીં પણ મારા પરિવાર અને મિત્રોને પણ છોડવા પડ્યા હતા. બ્રેકઅપનાં ગમમાંથી બહાર નીકળવા માટે મને બીજું કોઈ નહીં પણ મ્યુઝિકે જ મદદ કરી હતી. મ્યુઝિક મારા માટે દવા બની ગયું હતું.