Charotar Sandesh
ગુજરાત

રેમડેસિવીરનું સંકટ, હોસ્પિટલો બહાર લાગી લોકોની ભીડ, સોશિયલ ડીસ્ટન્સ ભુલાયું…

અમદાવાદ : વર્ષ ૨૦૧૬માં મોદી સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે ગુજરાત સહીત દેશ આખો જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો મેળવવા માટે બેંકો બહાર લાઈનો લગાવીને ઉભો રહી ગયો હતો. દેશ અને રાજ્યના કરોડો લોકો બેંકો આગળ લાઈનો લગાવીને પોતાનો વારો આવે તેની રાહ જોતા ઉભા રહી ગયા હતા. ત્યારે, ગુજરાતમાં ફરી એકવાર આવી જ સ્થિતિ ગુજરાતમાં ઉભી થઇ છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક બની રહી છે ત્યારે વધતા કેસોની સાથે કોરોના દર્દીઓની સારવાર માટે જીવનરક્ષક ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ પણ વધી છે. જોકે, રેમડેસિવીરના અપૂરતા જથ્થાને લઈને રાજ્યભરમાં અછત ઉભી થઇ હતી. ત્યારે, આજે વધુ ઈન્જેક્શનની ફાળવણી કરતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલ ખાતે લોકો મોટી સંખ્યામાં રેમડેસિવીર ઇન્જેક્શન લેવા પડાપડી કરી રહ્યા છે.
સુરતમાં કિરણ હોસ્પિટલને દસ હજાર રેમડેસિવીર ઇન્જેક્શનની ફાળવણી કરતા વીતી રાતથી જ સેકડો લોકો હોસ્પિટલ બહાર લાઇનમાં લાગ્યા છે. કિરણ હોસ્પિટલ બહાર ત્રણ કિમીથી પણ લાંબી લાઇન લાગી છે. લાઈનમાં આવેલા લોકો કોવિડના દર્દીના સગા સબધીઓ છે. આવામાં અહી ભીડને કારણે સોશિયલ ડીસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આવામા સંક્રમણ વધવાની શક્યતા છે. એક એક ઇન્જેકશન માટે કલાકો સુધી દર્દીઓની રઝળવાનો વારો આવ્યો છે.
કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાંઆવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ. જેથી સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઝાયડસના વહીવટી તંત્ર દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જે બાદ આજથી ફરીવાર રેમડેસિવીર ઇન્જેક્શનનું વેચાણ ચાલુ કરવામાં આવી રહ્યુ છે. તો રેમડેસિવીર ઈન્જેક્શનનું વેચાણ ફરી શરૂ કરાતા ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાંબી ભીડ જામી છે. હોસ્પિટલ બહાર એક હજાર કરતા પણ વધુ લોકોએ લાઈનો લગાવી છે. રેમડેસિવીર ઇન્જેક્શન લેવા માટે લોકોએ એવી તે પડાપડી કરી છે કે ૨-૨ કિલોમીટર સુધીની લાંબી લાઈનો લાગી છે. અનેક લોકો તો એવા હતા જે મધરાતથી જ રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે લાઈનોમાં લાગી ગયા હતા.

Related posts

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી…

Charotar Sandesh

અમરેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો, મગફળીના પાકને નુકશાન…

Charotar Sandesh

રાજ્યમાં ૬૦ જેટલા આઇપીએસ અધિકારીની બદલીનો તખ્તો તૈયાર…

Charotar Sandesh