Charotar Sandesh
મધ્ય ગુજરાત

રેલવે ભરતી કૌભાંડનો વડોદરા શહેર SOGએ કર્યો પર્દાફાશઃ ૩ ની ધરપકડ…

વડોદરા : શહેરમાં રેલવે કૌભાંડ આચરતી ગેંગ ફરી સક્રિય થઇ હોવાની વિગતો મળતા ર્જીંય્ પોલીસની ટીમે વોચ રાખી હતી. ગેંગના માસ્ટરમાઈન્ડ તુષાર પુરોહિતે જુના પાદરા રોડ મનીષા ચોકડી પાસે આવેલા ઉદયનગરમાં એક ઓફિસ ભાડે રાખી કૌભાંડ આચરવાની શરૂઆત કરી હતી. પોલીસે આ ઓફિસ પર દરોડો પાડીને ૩ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
જેમાં તુષાર યોગેશભાઈ પુરોહિત, દિલીપ સોમાભાઈ સોલંકી અને કૌશલ ઘનશ્યામભાઈ પારેખનો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ત્રણેય આરોપીઓએ ૫૪ ઉમેદવારો પાસેથી રૂપિયા ૧ કરોડ પડાવ્યા હતા.રેલવે ભરતી કૌભાંડપોલીસે ટોળકી પાસેથી રેલવે મંત્રાલયના બોગસ સિક્કાઓ, નિમણૂક પત્રો, રેલવે વિભાગનું સિલેકશનનું મેરીટ લિસ્ટ, રેલવે મંત્રાલયની ફાઈલો, વાઉચર બુક, નેમ પ્લેટ, રેલવેની રિસીપ્ટ બુકો, જુદા જુદા હોદ્દાઓના વિઝીટીંગ કાર્ડ, લેપટોપ અને મોબાઈલ સહિતના થોકબંધ દસ્તાવેજો કબ્જે કર્યા હતા. આ સાથે જ ફરાર થયેલા દિલ્હીના બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

Related posts

આણંદ-ખેડા-વડોદરા સહિત ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Charotar Sandesh

ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સ્વખર્ચે પ શૂટ કિટો આરોગ્ય વિભાગને અપાઈ…

Charotar Sandesh

વડોદરા : ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શારનું ફેસબુક એકાઉન્ટ થયું હેક…

Charotar Sandesh