Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્માએ પ્રેક્ટિસ શરૂ કરી : BCCIએ કહ્યું એન્જિન સ્ટાર્ટ થઇ ચૂક્યું છે…

મુંબઇ : ભારતીય ટીમના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ ક્વોરન્ટાઈનમાં સમય ગાળ્યા બાદ હવે ૩૧ ડિસેમ્બરથી પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. રોહિતે બેટિંગ કોચ વિક્રમ રાઠોડની દેખરેખમાં ટ્રેનિંગ શરૂ કરી છે. રોહિત સિડનીમાં ક્વોરન્ટાઈન સમય પૂરો કર્યા બાદ બુધવારે ટીમની સાથે મેલોબર્ન પહોંચ્યો હતો.
રોહિત શર્મા ઈજાને કારણે ટીમની સાથે શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા જઈ શક્યો ન હતો. તો લિમિટેડ ઓવરોની સીરિઝનો ભાગ પણ ન હતો. એટલું જ નહીં ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચ પણ તે રમી શક્યો ન હતો. જે બાદ રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી અને તે ઓસ્ટ્રેલિયા માટે રવાના થયો હતો. જો કે ટીમની સાથે જોડાતાં પહેલાં તેણે નિયમ અનુસાર ક્વોરન્ટાઈન થવું પડ્યું હતું.
ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે ચાર જાન્યુઆરીએ સિડની પહોંચશે. પહેલા ટીમને ૩૧ ડિસેમ્બરે સિડની પહોંચવાનું હતું. પણ કોવિડ-૧૯ની પરિસ્થિઓને કારણે ટીમની યોજનામાં બદલાવ થયો હતો. BCCIએ ટ્‌વીટ કરીને રોહિતે ટ્રેનિંગ શરૂ કરી હોવાની જાણકારી આપી હતી. BCCIએ ટ્‌વીટ કર્યું કે હિટમેન અહીં આવી ચૂક્યો છે અને એન્જિન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે.
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે રોહિતને ટીમમાં સામેલ કરવા પર કોઈ પણ નિર્ણય ફિટનેસના આકલન બાદ કરવામાં આવશે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ સાત જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

Related posts

ક્રિકેટર હાર્દિક-કૃણાલ પંડ્યા ૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરશે…

Charotar Sandesh

રોહિત શર્મા ફિટ થતાં સુનિલ ગાવસ્કરે ખુશી દર્શાવી…

Charotar Sandesh

સચિન તેંદુલકરની ૧૦૦ સદીનો રેકોર્ડ કોહલી તોડી શકે છેઃ ઇરફાન પઠાણ

Charotar Sandesh