Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્માની ફિટનેસ અંગે જાણવાનો ક્રિકેટ ચાહકોને અધિકાર છેઃ ગાવાસ્કર

ન્યુ દિલ્હી : ઓસ્ટ્રેલિયા જનારી ટીમ ઈન્ડિયમાંથી વાઈસ કેપ્ટન રોહિત શર્માની બાદબાકીથી ક્રિકેટ ચાહકોએ આશ્ચર્ય અનુભવ્યુ છે.કિક્રેટ જગતના દિગ્ગજ બેટસમેન ગણાતા પૂર્વ ઓપનર સુનિલ ગાવાસકરે પણ બોર્ડના નિર્ણય સામે સવાલ કર્યો છે.
ગાવાસકરે કહ્યુ હતુ કે, રોહિત શર્માને હેમસ્ટ્રિંગ ઈન્જરી થઈ છે તો તે અંગે બોર્ડે વધારે પારદર્શિતા દાખવવાનીજ રુર હતી.કારણકે ઓસ્ટ્રેલિયા સામેની ટીમની જાહેરાત થઈ એ પછી રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની નેટ પ્રેક્ટિસમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
ક્રિકેટ બોર્ડે ફિટનેસનુ કારણ આપીને રોહિત શર્માને ટી-૨૦, વન ડે કે ટેસ્ટમાં સમાવ્યો નથી.બોર્ડે કહ્યુ હતુ કે, રોહિત શર્માની ઈજા પર નજર રાખવામાં આવી રહી છે.દરમિયાન ગાવાસકરે કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત પહેલા ટી-૨૦, એ પછી વન ડે સિરિઝ અને એ પછી ટેસ્ટ સિરિઝ રમવાનુ છે.ટેસ્ટ મેચને દોઢ મહિનાનો સમય બાકી છે.જો રોહિત નેટ પ્રેક્ટિસ કરતો હોય તો મને નથી ખબર કે તેને કયા પ્રકારની ઈજા થઈ છે.બોર્ડે થોડી પારદર્શિતા અપનાવવી જોઈએ જેથી દરેકને સમજવામાં મદદ મળશે કે ખરેખર શું સ્થિતિ છે.

Related posts

કોહલીના નવા વલણોએ ટીમમાં દરેક મુશ્કેલીમાંથી લડવાની ટેવ નાંખી છે : સ્ટીવ વો

Charotar Sandesh

પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ૨૦૩ રને હરાવ્યું…

Charotar Sandesh

ભારત-શ્રીલંકા વચ્ચે રમાનારી મેચોના સમયમાં થયો ફેરફાર

Charotar Sandesh