Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્મા ઓસી બોલરો માટે સૌથી મુશ્કેલ પડકાર સાબિત થશે : લાયન

મેલબર્ન : ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ઓપનર રોહિત શર્મા માટે ખાસ વ્યૂહરચના ઘડી છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર ??નાથન લાયને આ વાત કહી. તેણે કહ્યું કે “રોહિત એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે. તે ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયન બોલરો માટે સૌથી મુશ્કેલ પડકાર સાબિત થશે. આને કારણે તેના માટે વિશેષ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે-ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી બરાબરી પર છે.”
રોહિત શ્રેણીની છેલ્લી બે મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાયો છે. પ્રથમ મેચ ૭ જાન્યુઆરીએ સિડનીમાં અને બીજી ૧૫એ બ્રિસ્બેનમાં યોજાવાની છે. જોકે, રોહિતે ન્યૂયરના દિવસે અન્ય ચાર ખેલાડીઓ સાથે એક રેસ્ટોરાંમાં ડિનર કર્યું હતું. તેના પર કોરોના નિયમ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તેના ત્રીજી ટેસ્ટમાં રમવા પર સસ્પેન્સ છે.
લાયને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “ચોક્કસ, રોહિત શર્મા વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે, તેથી જ તેને આઉટ કરવો અમારા બોલર્સ માટે એક પડકાર રહેશે.
અમે અમારી વ્યૂહરચના પ્રમાણે મેચ રમીશું. અમે પડકારો લેવાનું પસંદ કરીએ છીએ. રોહિતના જોડાવાથી ભારતીય ટીમ મજબૂત થઈ છે. રોહિત માટે અમારો પ્લાન તૈયાર છે.

Related posts

રોહિત શર્માએ પ્રેક્ટિસ શરૂ કરી : BCCIએ કહ્યું એન્જિન સ્ટાર્ટ થઇ ચૂક્યું છે…

Charotar Sandesh

૧૯ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર વચ્ચે દુબઈમાં આઈપીએલનું આયોજન થશે…

Charotar Sandesh

ન્યૂઝીલેન્ડ બેટ્‌સમેન ટોમ બ્લંડેલને ખભામાં ઇજા…

Charotar Sandesh