મુંબઇ : ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કર એ રોહિત શર્માના ફિટ થઇને વાપસી કરવાને લઇને ખુશી દર્શાવી છે. તેમને લાગે છે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ માટે સૌથી સારી ખબર સામે આવી હોવાનુ ગણાવ્યુ છે. સાથે જ તેમણે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી દ્રારા જતાવેલી ચિંતાને પણ યોગ્ય ઠેરવી છે.
રોહિત શર્મા, આઇપીએલ ૨૦૨૦માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમતી વેળા મેચમાં ઇજા પામ્યો હતો. મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે મેદાનમાં ઉતર્યો હતો. ફિટનેશને લઇને તેને ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે ટીમ થી બહાર રાખવામાં આવ્યો હતો.
ગાવાસ્કરે કહ્યુ હતુ કે, રોહિત શર્માની ઇજાને લઇને જે કંઇ પણ થયુ, એને પાછળ છોડીને હું એટલુ જ કહીશ કે તેમનુ ફીટ થવુ એ ભારતીય ક્રિકેટ માટે સારી ખબર છે. જોકે તેની વાપસીમાં જલદબાજી નહી કરવા માટે કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના સલાહ પણ યોગ્ય છે. જોકે તે આત્મવિશ્વાસ થી એક દમ ફીટ જોવા મળ્યો છે. તેણે બાઉન્ડ્રી લાઇન પર અને ૩૦ યાર્ડ સર્કલ પર પણ ફીલ્ડીંગ કરી હતી. શાસ્ત્રી અને ગાંગુલીએ રોહિતની વાપસીને લઇને ઉતાવળ નહી કરવા માટે આગ્રહ કર્યો હતો.