Charotar Sandesh
સ્પોર્ટ્સ

લંકા પ્રીમિયર લીગ પર કોરોનાનો કહેર, અનેક સ્ટાર ખેલાડી થયા કોરોના સંક્રમિત

શ્રીલંકા : લંકા પ્રીમિયર લીગના આયોજકોની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ૨૬ નવેમ્બર થી શરુ થવા જઈ રહેલી એલપીએલમાં ભાગ લેનાર કેટલાક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ તનવીર અને કેનેડાના બેટ્‌સમેન રવિન્દરપાલ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પહેલા ક્રિસ ગેઈલ, રવિ બોપારા સહિત અનેક ખેલાડી એલપીએલમાંથી પહેલી સીઝનમાંથી પોતાનું પરત લઈ ચૂક્યા છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર કેન્ડી ટસ્કર્સ ટીમના ખેલાડી તનવીર અને કોલંબો કિંગ્સના રવિન્દરપાલ ટી૨૦ ટૂર્નામેન્ટ માટે શ્રીલંકા પહોંચ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. પાકિસ્તાનથી જ વહાબ રિયાઝ અને ઈંગ્લેન્ડના લિયામ પ્લન્કેટની જગ્યાએ તનવીરને વિકલ્પ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.
તનવીર અને રવિન્દરપાલ ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે બહાર રહેશે. એલપીએલ આયોજકોને આ પહેલા લસિથ મલિંગાના બહાર થવા પર મોટો ઝટકો લાગ્યો હતો. લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં ઈરફાન પઠાણ, મુનાફ પટેલ અને સુદીપ ત્યાગી જેવા ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. લંકા પ્રીમિયર લીગની પહેલી સીઝન ઓગસ્ટ ૨૦૨૦માં રમાવાની હતી પરંતુ કોરોના વાયરસ અને આઈપીએલના કારણે એલપીએલને નવેમ્બર સુધી ટાળવામાં આવી હતી.

Related posts

ધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો

Charotar Sandesh

IPL અધવચ્ચે છોડીને ડેવિડ વોર્નર પરત ફર્યો પોતાને દેશ, રાશિદ થયો ઇમોશનલ

Charotar Sandesh

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : ભારતે પોતાનું નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું…

Charotar Sandesh