અમદાવાદ : ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટે સમક્ષ ૫૬ પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું. તેના પર આજે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ રાજ્યમાં ચાલી રહેલા લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર રોક લગાવવા પર સુનાવણી થઇ હતી. નામદાર કાર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે ૨૫ મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે આ મામલે ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનવણી ૧૭મી મેએ હાથ ધરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોરોનાની સ્થિતિ પર હાઈકોર્ટની સુઓમોટો પર સરકારે એફિડેવિટ ફાઈલ કર્યુ છે. ત્યારે સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, અમે અહીં આવી ઘટનાઓ રોકવા માટે ચર્ચા કરી રહ્યાં છે. સરકાર આગામી સમયમાં આવી ઘટનાઓ રોકવા શું કરી રહી છે.
ગુજરાત હાઇકોર્ટે સમક્ષ એડવોકેટ એસોસિયેશન વતી શાલીન મહેતાએ રજૂઆત કરી હતી કે, હાલ શહેરોમાં કોરોના વધતા લોકો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા છે. બીજી બાજુ છેલ્લા કેટલાંક સમયથી કોરોનાના કેસો ઘટ્યા છે. સાથે જ તેમણે લગ્ન સમારોહમાં ૧૫ દિવસ પ્રતિબંધ મુકવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરીની સંખ્યામાં ઘટાડો કરો. સાથે જ અંતિમયાત્રા અને અંતિમવિધિમા જોડાતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. તો આ સંદર્ભે હાઈકોર્ટે કહ્યું કે લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી. લગ્નમાં સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચારશે.
સરકારે કરેલી એફિડેવિટ મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારે રજૂ કરેલી કોર્ટમાં એફિડેવિટમાં સ્ટેપલર મારેલા નથી અને સીલબંધ કવરમાં એફિડેવિટ મળ્યું નથી. સીરિયલ પેજિનેશન પણ નથી. કોર્ટ આ સંદર્ભે મનીષા લવકુમારને ખખડાવ્યા હતા. ત્યારબાદ તેમણે હવે પછી યોગ્ય રીતે એફિડેવિટ ફાઇલ કરવાની ખાતરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે રજૂ કરેલા સોગંદનામાથી કોર્ટ નારાજ દેખાઈ હતી.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સોગંદનામું હમેશાં ઓફિસે જ ફાઇલ થવું જોઈએ. જો નિવાસસ્થાને સોગંદનામું ફાઇલ કરવા આવો છો તો સંબધિત અધિકારીની ઉપસ્થિતિ ફરજિયાત છે. સોગંદનામું જે માળખામાં રજૂ કર્યું તે યોગ્ય નથી.
રાજ્ય સરકારે રજૂ કરેલું સોગંદનામું ૫૬ પેજનું છે. જે અંતર્ગત રાજ્ય સરકારે ઇ્-ઁઝ્રઇના નવા મશીનમાં વધારો કરવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ રાજ્યની ૨૧ યુનિવર્સિટીમાંથી ૯ યુનિવર્સિટીમાં ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે.
રાજ્ય સરકારે હાઇકોર્ટને સોંપેલા સોગંદનામા અનુસાર, એક દિવસના ૧૬ હજાર ૧૧૫ રેમડેસિવિર ઇંજેક્શન કેન્દ્ર સરકાર ગુજરાતને આપશે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ૨ લાખ ૩૪ હજાર રેમડેસિવિરની માંગ સામે ૧ લાખ ૮૩ હજાર ૨૫૭ ઇંજેક્શન કેન્દ્ર સરકારે આપ્યોનો ઉલ્લેખ સોગંદનામામાં કરાયો છે.
રાજ્ય સરકારે હોસ્પિટલના બેડમાં ૧ લાખ ૭ હજાર ૭૦૨ બેડનો વધારો કર્યો હોવાનું સોગંદનામામાં દાવો કરાયો છે. ત્યાં જ ૨૫૪૭ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. આજની તારીખે ૨૫૪૭ હોસ્પિટલમાં ૧ લાખ ૭ હજાર ૭૦૭ બેડ ઉપલબ્ધ હોવાની જાણાકારી પણ આપવામાં આવી છે. જેમા ૬૦ હજાર ૧૭૬ ઓક્સિજન બેડ, ૧૩ હજાર ૮૭૫ આઇ.સી.યું, ૬ હજાર ૫૬૨ વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે.
ત્યાં જ ગામડામાં વકરેલા કોરોના સંક્રમણને અટકવવા રાજ્ય સરકારે વિશેષ ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ પણ આ સોગંદનામામાં કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સિમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પુરી પડવામાં આવે છે. આ કાર્યક્રમમાં હેઠળ ૮ હજાર ૭૭૩ દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવી હોવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરાયો છે.
અગાઉ રાજ્ય સરકારે ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કરવાના હુકમો રદ કર્યાનો ઉલ્લેખ પણ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાં કરાયો છે. સાથે જ આખા રાજ્યમાં ૧૦૩ લેબોરેટરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. અને ગ્રામ્ય સ્તરે પણ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, ગુજરાતને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે. સાથે જ રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરી રહી છે.