Charotar Sandesh
બોલિવૂડ

‘લવ આજ કલ’ ફિલ્મે પહેલા દિવસે કરી ૧૨.૪૦ કરોડની કમાણી…

મુંબઈ : કાર્તિક આર્યન અને સારા અલી ખાન સ્ટારર ‘લવ આજ કલ’ ફિલ્મની સિક્વલ ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડે પર રિલીઝ થઇ છે. પહેલા દિવસે ફિલ્મે ૧૨.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડિરેક્ટ ઈમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં કાર્તિક અને સારાની સાથે રણદીપ હૂડા અને ન્યૂ કમર આરુષિ શર્મા પણ સામેલ છે. ફિલ્મની પહેલા દિવસની કમાણીના નંબર શેર કરતાં ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્‌વીટ કર્યું હતું.

અત્યાર સુધીમાં રિલીઝ થયેલ કાર્તિક આર્યનની બધી ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી વધુ ઓપનિંગ કલેક્શન કરનાર ફિલ્મ છે. ૨૦૨૦માં રિલીઝ થયેલ આ ફિલ્મ કાર્તિક આર્યનની પહેલી ફિલ્મ છે જેમાં તે પહેલીવાર સારા અલી ખાન સાથે દેખાયો છે. ફિલ્મ રિલીઝ થયાના પહેલા દિવસે સૌથી વધુ ૧૨.૪૦ કરોડ રૂપિયા આ ફિલ્મે કલેક્ટ કર્યા છે. ૨૦૧૯માં રિલીઝ થયેલ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન ૯.૧૦ કરોડ રૂપિયા હતું જ્યારે ‘લુકા છુપ્પી’ ફિલ્મે ૮.૦૧ કરોડ રૂપિયા કમાયા હતા. ફર્સ્ટ ડે કલેક્શનના આ લિસ્ટમાં ચોથા નંબર પર ૬.૮૦ કરોડ રૂપિયાની કમાણી સાથેની ૨૦૧૫માં રિલીઝ થયેલ ‘પ્યાર કા પંચનામા ૨’ છે. ત્યારબાદ ૬.૪૨ કરોડ રૂપિયાની કમાણી સાથે ૨૦૧૮માં આવેલ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ છે.

Related posts

બોબી દેઓલની પત્ની બિઝનેસથી કમાય છે કરોડો રૂપિયા, જીવે છે શાનદાર લાઈફ…

Charotar Sandesh

તાપસી પન્નુની ‘થપ્પડ’ ફિલ્મે પ્રથમ દિવસે ૩ કરોડની કમાણી કરી…

Charotar Sandesh

સોનમ કપૂર કોરિયન ફિલ્મ ‘બ્લાઇન્ડ’ની રીમેક કરશે…

Charotar Sandesh