Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

લાલ દરવાજા પાસેથી 10 કિલો ચરસ સાથે બે કાશ્મીરી યુવક સહિત 3ની ધરપકડ

  • બાતમી મળતા પહેલા ક્રાઈમ બ્રાન્ચ અને બાદમાં NCB સરદાર બાગ પહોંચી હતી
  • 10 કિલો ચરસ કિંમત રૂપિયા 10.15 લાખ અને 3 મોબાઈલ કબ્જે
  • કાશ્મીરી યુવક અમદાવાદમાં હર્ષ શાહને ચરસની ડિલિવરી કરવા આવ્યા હતા

અમદાવાદ: લોકસભાની ચૂંટણી દરમિયાન દારૂ, ગાંજો અને ચરસ સહિતના દુષણને ડામવા પોલીસ સહિત સુરક્ષા એજેન્સીઓ પણ કામગીરી બતાવવા દોડધામ કરી રહી છે. એવામાં ગઈકાલે લાલ દરવાજા પાસેથી 10 કિલો સાથે બે કાશ્મીરી યુવક સહિત 3ની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બે કાશ્મીરી યુવક અમદાવાદમાં ડીલ કરવામાં આવ્યું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત NCBને મળી હતી. જેથી બંને એજન્સીઓ સરદાર બાગ પાસે વોચમાં ગોઠવાઈ હતી. છેલ્લે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને ઝડપી 10 કિલો ચરસ કબ્જે કર્યું છે.

બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ અને NCB ડીલના સ્થળે પહોંચ્યા: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સરદારબાગ પાસે ચરસની ડીલ થવાની છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન NCBની ટીમના અધિકારીઓ પણ આરોપીઓને પકડવા સરદાર બાગ પહોંચી હતી. આ દરમિયાન બે શખ્સો ચરસની ડીલ કરવા માટે ત્યાં આવીને ઉભા રહ્યાં હતા અને એક અન્ય શખ્સ રિક્ષા લઈને આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને NCBના અધિકારીઓએ ત્રણેયને ઝડપી લીધા હતા. પુછપરછમાં બે કાશ્મીરી યુવક ( જમીલ અહેમદ બટ્ટ, સબ્બીર અહેમદ ડાર) આ ચરસ કાશ્મીરના કુપવાડાથી લાવી અમદાવાદમાં દરિયાપુરમાં રહેતા હર્ષ શાહને આપવાના હતા.

10.15 લાખની કિંમતનો ચરસ કબ્જે: આરોપી હર્ષ શાહ દોઢ વર્ષથી ચરસનો ધંધો કરે છે. અગાઉ રસિદ જર્ગર નામના શખ્સ પાસેથી ચરસ ખરીદતો હતો. રસિદ મારફતે આ બંને કાશ્મીરી યુવકોની ઓળખાણ થઈ હતી. કાશ્મીરી યુવકો કાશ્મીરથી અજમેર સુધી ઈનોવા ગાડીમાં આવ્યા હતા. બાદમાં પોલીસને શંકા ન જાય તે માટે ઈનોવા ગાડીને પ્રાઈવેટ પાર્કિંગમાં મુકી ટ્રાવેલ્સમાં અમદાવાદ આવ્યા હતા. પોલીસે 10 કિલો ચરસ કિંમત રૂપિયા 10.15 લાખ, 3 મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મોતનો ચાઈનીઝ માંજો : હાઈકોર્ટનું આકરું વલણ, કહ્યું દોરીથી કોઈનું મૃત્યુ નહીં ચલાવી લેવાય

Charotar Sandesh

અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Charotar Sandesh

“વાયુ” વાવાઝોડું સૌરાષ્ટ્ર નજીક પહોંચ્યું, સંબધિત વિભાગોને એલર્ટ કરાયા…! જાણો…

Charotar Sandesh