Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

લુંટ-અપહરણ, ગેંગરેપ વિથ મર્ડર તેમજ ૯ ચોરીના ગુન્હાઓના સિરીયલ કિલરોને ઝડપતી એલસીબી…

ઝડપાયેલ ટોળકીએ આણંદ જિલ્લામાં ખંભાત રૂરલ, તારાપુર, વિરસદ ખાતે કુલ ૯ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું બહાર આવ્યું…

આણંદ : લોકલ ક્રાઈમ બ્રાંચ પોલિસે૨૦૧૯ના વર્ષમાં ગેંગરેપ વિથ મર્ડર, લુંટ, અપહરણ તેમજ ચોરીના ૯ ઉપરાંતના ગુન્હાઓના સિરીયલ કિલરોને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક નાઓએ તા. ૧૩/૦૪/૨૦૨૦ ના રોજ એસઆઈટીની નિમણૂક કરેલ. જેમાં એલસીબી પીઆઈ તથા તેમની મદદમાં પીએસઆઈ આણંદ રૂરલનો સમાવેશ કરી બનેલ ગુનાએાની તપાસ તેમજ અન્ય કોઈ આવા ગુનાઓ કરેલ હોય તો તે શોધવા અંગેની તપાસ સોંપેલ. આ સમગ્ર કામગીરી એચ.બી. ચૌહાણ, પો.ઈન્સ. એલસબી આણંદ તથા આઈ.એમ.ઘાસુરા, પોસઈ આણંદ રૂરલ તથા એેલસીબી એએસઆઈ લાલજીભાઈ, હે.કો. રફીકભાઈ, સંજયકુમાર, હિતેષકુમાર, હેમંતકુમાર, જાલમસિંહ, પો.કો. પ્રમેશકુમાર, જયદીપસિંહ, જીગ્નેશકુમાર, દેવેન્દ્રસિંહ, બહાદુરસિંહ, મૈયુદ્દીન, હર્ષદકુમાર, રણધીરસિંહ, હે.કો. કિરણભાઈ આણંદ રૂરલ પો.સ્ટે. વિગેર સ્ટાફ દ્વારા કરવામાં આવી.

આણંદના ડીએસપી અજીત રાજીઅને આજે એક પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતુ કે, વીરસદ પોલીસે જલુંઘના દિલીપ ઉર્ફે ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા, સલીમ ઈસ્માઈલભાઈ પટેલ (ભરૂચ) સાવન ઉર્ફે ભુરીયો પટેલને ઝડપી પાડીને સને ૧૯૯૯થી ૨૦૧૯ દરમ્યાન રાજકોટ શહેર, વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ, આણંદ જિલ્લામાં ચોરી, લૂંટ, મર્ડર, અપહરણ અને બ્લેકમેલીંગ, ચીટીંગના ૧૦થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. જ્યારે વિજય ઉર્ફે ચકો ફરાર થઈ ગયો હતો. આ ગેંગ ૨૦૧૯ પહેલા લુંટેરી દુલ્હન તરીકે સક્રિય હતી જેમાં લગ્નવાંચ્છુકોને છોકરી બતાવીને તેની સાથે લગ્ન કર્યા બાદ દુલ્હન ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા વગેરે તમામ સફાચટ કરીને ફરાર થઈ જતી હતી. ત્યારબાદ આ ગેંગ દ્વારા ૨૦૧૯માં આણંદ જિલ્લાના તારાપુર હાઈવે તેમજ વડોદરા અને ભરૂચ તરફના હાઈવે ઉપર એકલદોકલ જતી યુવતીઓ કે મહિલાઓને પોતાની રીક્ષા કે વાહનોમાં બેસાડીને જલુંઘ ગામની સીમમાં લઈ જતા અને ત્યાં તેણી પર ગેંગરેપ ગુજાર્યા બાદ ગળામાં દુપટ્ટો ભરાવીને બન્ને બાજુથી ખેંચી ગળુ દબાવીને હત્યા કરી નાંખતા હતા. અને તેણીની પાસે જે કાંઈ રોકડ, દાગીના, મોબાઈલ વગેરે વસ્તુઓ હોય તે લુંટી લેતા હતા અને લાશને કોઈ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા હતા. પોલીસે જેલમાં કેદ દિલીપ ઉર્ફે ડાહ્યો ચાવડા અને સલીમ ઈસ્માઈલભાઈ પટેલની તારાપુર પોલીસ મથકે દાખલ થઈલા એક ગેંગરેપ- લુંટ વીથ મર્ડરના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પુછપરછ હાથ ઘરી હતી. જેમાં પોલીસ સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત ૧૨મી તારીખના રોજ જલુંઘ ગામની સીમમાં વોચ ગોઠવીને વિજય ઉર્ફે ચકાને પણ ઝડપી પાડ્યો હતો. ત્રણેયની વિસ્તૃ ત તપાસ કરતાં બોરસદ, વડોદરા જીલ્લાના પાદરાવડુ તેમજ કરજણ ખાતે પણ અજાણી મહિલાઓને રીક્ષામાં બેસાડીને અપહરણ કર્યા બાદ તેમની ઉપર ગેંગરેપ ગુજારી લુંટ વીથ મર્ડર કર્યાની કબુલાત કરી હતી. પોલીસ દ્વારા આ ત્રણેય મહિલાઓ કોણ અને ક્યાંની હતી તેને લઈને તપાસનો દોર હાથ ઘર્યો છે. આ ત્રણેય મહિલાઓની લાશોને કેનાલ અને દરિયામાં ફેંકી દીધી હોવાની કેફિયત પકડાયેલા આરોપીઓ રજુ કરી હતી. આ ઉપરાંત મહિલા સાગરિતોની મદદથી બ્લેકમેલીંગ, ચીટીંગ અને જલુંઘ ગામના બે મંદિરોમાંથી ચોરી કર્યાની પણ કબુલાત કરી હતી.

ભોગ બનેલાઓએ પોલીસનો સંપર્ક કરવા ડીએસપીની અપીલ…

Related posts

આણંદ-ઉમરેઠ-સોજીત્રાના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાશે

Charotar Sandesh

પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ મોંઘા પડશે, ફ્રુટના ભાવ આસમાને પહોંચ્યા…

Charotar Sandesh

ક્રાઈમ ન્યુઝ : આણંદના વિદ્યાનગરમાં ગર્ભવતી મહિલા પતિના મારઝુડથી કંટાળી પોલીસ શરણે પહોંચી

Charotar Sandesh