Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉનમાં છુટછાટના પ્રથમ દિવસે જ કોરોના વિસ્ફોટ : ૮૧૭૧ પોઝિટિવ કેસ નોંધાયા…

કોરોના સંક્રમિતોનો આંકડો ૨ લાખની નજીક,૯૭૫૮૧ એક્ટિવ કેસ

૨૪૦ના મોત સાથે મૃત્યુઆંક ૫,૫૯૮એ પહોંચ્યોઃ મહારાષ્ટ્ર,ગુજરાત,તમિલનાડુમાં કોરોનાના કેસો વધતાં સરકારની ચિંતામાં વધારો

ન્યુ દિલ્હી : શમાં હવે દરરોજ કોરોનાના ૮ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮ હજાર ૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને આ જીવલેણ બીમારીની ચપેટમાં આવીને ૨૦૪ લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૦૯ લોકો સાજા થયા છે.

દેશમાં કુલ સંખ્યા ૧ લાખ ૯૮ હજાર ૭૦૬ છે. જેમાંથી ૫ હજાર ૫૯૮ લોકોના મોત થઈ ચૂક્યા છે. રાહતની વાત એ છે કે લગભગ ૫૦ ટકા એટલે તે ૯૫ હજાર ૫૨૭ દર્દી કોરોનાની જંગ જીતી ચૂક્યા છે. અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૭ હજાર ૫૮૧ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દર્દીઓના સાજા થવાનો આંકડો તેજીથી વધી રહ્યો છે.

કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે. અહીં કુલ દર્દીઓનો આંકડો ૭૦ હજારને પાર કરી ગયો છે. અત્યાર સુધી ૨ હજાર ૩૬૨ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે ૩૦ હજારથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. હજુ ૩૭ હજાર ૫૪૩ એક્ટિવ કેસ છે. બીજા નંબરે તમિલનાડુ છે અહીં અત્યાર સુધી ૨૩ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જેમા ૧૮૪ લોકોના મોત નીપજ્યા છે.

કોરોનાના કુલ કેસમાં દિલ્હી ત્રીજા નંબરે છે. અત્યાર સુધી અહીં ૨૦ હજાર ૮૩૪ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં ૫૨૩ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૮૭૪૬ લોકો સાજા થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો ૧૭ હજાર ૨૦૦ થઈ ગયો છે જેમાં ૧૦૬૩ લોકોના મોત નીપજ્યા છે.

રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા ૮૯૮૦ છે જેમાં ૧૯૮ લોકોના મોત નીપજ્યા છે. મધ્ય પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૮૨૮૩ છે જેમાં ૩૫૮ના મોત થઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં દર્દીઓનો આંકડો ૮૦૭૫ છે જેમાં ૨૧૭ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

Related posts

પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ ન માગી શકે : કોર્ટનો ચુકાદો

Charotar Sandesh

કોરોનાના ૧-૨ કેસ નોંધાય તો ઓફિસ બંધ કરવાની જરૂર નથી, સેનિટાઇઝેશન પછી કામ શરૂ…

Charotar Sandesh

ભારતના ભવિષ્ય માટે આ દાયકો ખુબ જ મહત્વનો છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh