ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે.
સમગ્ર ગુજરાતવાસીઓને પોતાના સ્વસ્થ્યની સંભાળ રાખવા અને આ કપરા સમયમાં સરકાર અને તંત્રનો સાથ આપવા મુખ્યમંત્રી વિજયભાઈએ વિનંતી કરી…
સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી.
ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું હતું. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. જોકે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં કેટલીક છૂટછાટ મળી છે.
મનપા કમિશનરો અને જિલ્લા કલેક્ટરો સાથેની CM રૂપાણીએ કરી હતી બેઠક…
લોકડાઉન 4.0 અંગે CM રૂપાણીનું સંબોધન…
- રાજ્યમાં લોકડાઉન 4.0ના તમામ નિયમોની અમલવારી કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન મુજબ હશેઃ CM રૂપાણી
- રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશેઃ CM રૂપાણી
- કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીંઃ CM રૂપાણી
- જીમ, સ્વિમિંગ પુલ, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ, સ્કુલો વગેરે જુના નિયમ મુજબ બંધ રહેશેઃ CM રૂપાણી
- રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં બસની સુવિધા પણ બંધ રહેશેઃ CM રૂપાણી
- અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકેઃ CM રૂપાણી
- કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશેઃ CM રૂપાણી
- અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશેઃ CM રૂપાણી
- રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશેઃ CM રૂપાણી
- રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 3 વાગ્યા સુધી આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશેઃ CM રૂપાણી
- રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશેઃ CM રૂપાણી
- રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશેઃ CM રૂપાણી
- ઉદ્યોગ બંધ રાખી રાજ્ય આર્થિક રીતે ભાંગી ના પડે એટલે પૂર્વવત કરી રહ્યા છેઃ CM રૂપાણી
- કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશેઃ CM રૂપાણી
- અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N 95 માસ્ક 65 રૂપિયામાં મળશેઃ CM રૂપાણી
- નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ટેક્સી ચાલશે, પરંતુ ડ્રાઈવર સાથે માત્ર બે જ જણઃ CM રૂપાણી
- અમદાવાદ પૂર્વમાં ટેક્સી સેવા બંધ રહેશે, અમદાવાદમાં બસોની અવરજવર નહીં
- બન્ને ઝોનમાં માલવાહક વાહનોને મંજૂરીઃ CM રૂપાણી
- સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ ખોલવાને છૂટ આપીએ છીએ, પરંતુ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોય તેને જ મંજૂરી આપવામાં આવશે: CM રૂપાણી
- આ બન્ને ઝોનમાં શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે: CM
- આ બન્ને ઝોનમાં સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશેઃ CM
- રેસ્ટોરન્ટને ફૂડની હોમડિલિવરીની મંજૂરી, ડિલિવરીમેન પાસે હેલ્થકાર્ડ હોવું જરૂરી
- હાઈવે પરની હોટેલ અને ઢાબા ખુલ્લા મુકવા છૂટ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી
- સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી રાજ્યભરમાં કર્ફ્યૂ