આણંદ જિલ્લામાં અદ્રશ્ય કોરોનાનો કહેર પુરજોશમાં આગળ વધી રહ્યો છે, જેને લઈ જિલ્લાવાસીઓને વગર કામે બહાર જવાનું ટાઢવા અપીલ કરવામાં આવી છે…
આણંદ : આણંદ જિલ્લામાં અદ્રશ્ય કોરોનાનો કહેર પુરજોશમાં આગળ વધી રહ્યો છે, જેને લઈ જિલ્લાવાસીઓને વગર કામે બહાર જવાનું ટાઢવા અપીલ કરવામાં આવી છે. આજે વિદ્યાનગર, પેટલાદ સહિત જિલ્લામાં વધુ ૭ કેસો પોઝીટીવ સામે આવ્યા છે. જેને લઈ હવે કુલ સંખ્યા ૧૪૧ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં નોંધાયેલ કેસોમાં (૧) આંકલાવ તાલુકાના આસોદર ઉંડુ ફળીયામાં રહેતા ૩૯ વર્ષીય પુરુષ જીતેન્દ્રભાઈ રાવજીભાઈ પઢીયાર, (ર) આંકલાવ ગામમાં સર્વોદય સોસાયટીમાં રહેતા ૩ર વર્ષીય યુવક ભાવીનવભાઈ કૈયાલાલ ચૌહાણ, (૩) ઉમરેઠમાં દરજી વાળા નાકા ખાતે ૬૫ વર્ષીય પુરુષ ચૌહાણ ફરીદમીયા કસમમીયા, (૪) આંબલી ચકલા ઉમરેઠમાં રહેતા ૩૯ વર્ષીય પુરુષ પટેલ હીતેશભાઈ અંબાલાલ (પ) વિદ્યાનગરમાં અવકુલ હોટેલ પાછળ, રેલ્વે સ્ટેશન પાસે ૪૭ વર્ષીય પુરુષ લુકમાનખાન મમુરખાન મેવાડી (૬) પેટલાદમાં ઝુમ્મા મસ્જીર પાસે રહેતા ૪૦ વર્ષીય મુનીરભાઈ પઠાણ, (૭) ખંભાતમાં ચોવીસી બ્રહ્મપોળ ખાતે રહેતા ૪૬ વર્ષીય દિનેશભાઈ મોહનલાલ રાણા નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં શ્રી ક્રિષ્ણા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
જેથી એક દિવસમાં વધુ સાત પોઝીટીવ કેશ આવતા સમસ્ત આણંદ જિલ્લા સહિત તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.