અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ૬૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
અમદાવાદના ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ના રૂમ નંબર ૯માંથી કોરોના ટેસ્ટિંગ કિટના ૧૬ બોક્સની ચોરી થઈ છે. શુક્રવારે બપોરે ૨ વાગ્યાના અરસામાં એક વ્યક્તિ ટેસ્ટિંગ કિટની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની હાજરીમાં અજાણી વ્યક્તિ ટેસ્ટિંગ કિટના ૧૬ બોક્સ ચોરી કરીને ફરાર થઈ જતાં અચરજ ફેલાયું હતું. આ સમગ્ર મામલે ડો. પવન પટેલે ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અર્બન હેલ્થ સેન્ટરના રૂમમાંથી કોરોના ટેસ્ટિંગ કિટના બોક્સની ચોરી થવા મુદ્દે છસ્ઝ્રના હેલ્થ વિભાગના અધિકારીઓએ મૌન સેવ્યું છે. ૬,૨૭,૨૦૦ રૂપિયાની કોરોના ટેસ્ટિંગની એન્ટીજન કિટની ચોરીનો બનાવ ૨૪ માર્ચે બન્યો હતો. આ ઘટના અંગે ય્ત્ન ૧૮ મ્હ્લ ૬૫૩૯ નંબરવાળી ગાડીમાં આવેલા વ્યક્તિ સામે ચોરીની નોંધાવવામાં આવી છે.