Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાને ’ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ લોન્ચ કર્યું…

ગામડાઓમાં કોરોના સામે લડવાની રીતથી શહેરોને શીખ મળી : મોદી

મજૂરોને રોજગાર આપવા માટે ૫૦ હજાર કરોડનો ખર્ચ કરાશે,અભિયાન ૧૨૫ દિવસનું હશે, જેને ૧૧૬ જિલ્લામાં ચલાવાશે, આનાથી ૨૫ હજારથી વધારે પ્રવાસી કામગારોને ફાયદો મળશે,વડાપ્રધાને લદ્દાખમાં શહિદ થયેલા જવાનોને યાદ કર્યા…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી. આ યોજના ઉત્તપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ અને ઓડિશા સહિત છ રાજ્યોના ૧૧૬ જિલ્લામાં ચાલશે. આ યોજનાને દેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં ચલાવાશે જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા ૨૫ હજારથી વધુ છે. આ યોજના મુજબ મજૂરોને ૧૨૫ દિવસનુ કામ મળશે. મજૂરોને રોજગાર આપવા માટે ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વર્ચુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાજ્સ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, મધ્યપ્રદેસના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઝારખંડના સીએમ હેમંત સોરેન સાથે ઓડિસાના સીએમ નવીન પટનાયકના પ્રતિનિધ પ્રતાપ જૈના હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ લદ્દાખમાં શહીદ થયેલ જવાનોને યાદ કરતા કહ્યું કે,‘‘લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરું છું ત્યારે હું એમ કહેવા માંગુ છું કે આ બહાદુરી બિહાર રેજિમેન્ટની છે. દરેક બિહારીને આનો ગર્વ થવો જોઈએ. જેમણે બલિદાન આપ્યું છે તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું. હું તેમના પરિવારને ખાતરી આપવા માંગું છું કે આ દેશ તમારી સાથે છે. દેશ સૈન્યની સાથે છે.’
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી મજૂરો સાથે પણ વીડિયો કોન્ફર્ન્સિંગના માધ્યમથી વાતચીત કરી. જ્યાં તેમણે તેવા પ્રવાસી મજૂર જે પાછા કામ પર બીજા રાજ્યોમાં જવા નથી માંગતા તેમને ગરીબ રોજગાર ગેરંટી યોજના હેઠળ મધમાખી પાલન જેવા રોજગાર માટે સૂચન કર્યું. અંતમાં પીએમ કહ્યું કે આ તમામ પ્રવાસી મજૂરો જોડે વાત કરીને રાહત અને સંતોષ મળ્યો છે. કોરોના મહામારી દરમિયાન જે જ્યાં હતો ત્યાં મદદ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે પોતાના શ્રમિક ભાઇ-બહેનો માટે સ્પેશ્યલ ટ્રેનો ચલાવી છે. સાથે જ પીએમ કહ્યું કે કોરોના એટલો મોટો સંકટ છે કે આખી દુનિયા તેની સામે હલી ગઇ છે. પણ પ્રવાસી મજૂરો અને ગામના લોકોએ કોરોનાનો જે મક્કમતાથી મુલાબલો કર્યો છે તેણે શહેરોને ધણું શીખવ્યું છે.
વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે આજે ગરીબ કલ્યાણ માટે તેમના રોજગાર માટે મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે જે શ્રમિક પરિવારો પોતાના ગામે પરત ફર્યા છે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે આ યોજના મદદરૂપ થશે. આ અભિયાનથી શ્રમિકો અને કારીગરોને પોતાના ઘરની પાસે જ કામ આપવામાં આવશે. જે લોકો હાલ મહેનતથી શહેરોને આગળ વધાર્યા હતા તે હવે પોતાના ગામ અને વિસ્તારને આગળ વધારવામાં મદદરૂપ થશે.
સાથે વડાપ્રધાને શ્રમિકોને કહ્યું કે સરકારનો પૂરો પ્રયાસ રહેશે કે કોરોના મહામારીના આ સમયમાં તમારે ગામમાં રહેતા કોઇ લોકોથી દેવું ના લેવું પડે. કોઇની આગળ હાથ ન ફેલાવવા પડે. અને ગરીબોના સ્વાભિમાનને સમજીએ છીએ. તેમણે કહ્યું તે તમે શ્રમેવ જયતે એટલે કે શ્રમની પૂજા કરનાર લોકો છો. તમે કામ અને રોજગાર જોઇએ છે તો તમને મળશે.
આગળ વડાપ્રધાન મોદીએ કહ્યું કે ’ભારત ગામડાઓથી બનેલો દેશ છે ત્યારે બે તૃત્યાંશથી વધારે એટલે કે આશરે ૮૦ કરોડ જનતા ગામડાઓમાં રહે છે ત્યારે આ સંખ્યા યુરોપના બધા દેશોની વસ્તીને ભેગી કરો તો તેનાથી પણ વધારે છે છતાં ભારતે કોરોના વાયરસને અસરકારક રીતે રોક્યો છે. ગ્રાઉન્ડ પર કામ કરતા લોકો જેમાં સરપંચ, આંગણવાડી વર્કર અને આશા વર્કર છે તે બધાએ ઉત્તમ કામગીરી કરી છે.

Related posts

ભાજપ અને RSSને અનામત કાંટાની જેમ કૂચે છેઃ રાહુલ ગાંધી

Charotar Sandesh

મમતા બેનરજીને મોટો ઝાટકો : રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીનું રાજીનામુ…

Charotar Sandesh

કોરોના કાળમાં ટેકનોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી છે : PM મોદી

Charotar Sandesh