હૈદરાબાદ : એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવેસીએ કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કર્યો છે. તેમણે અમેરિકાના રિપોર્ટનો હવાલો આપીને કહ્યુ કે લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામમાં ન આવ્યુ. આ જ કારણ છે કે અમેરિકાની સંખ્યા યુનાઈટેડ સ્ટેટસ કમિશન ઑન ઈન્ટરનેશલ ફ્રીડમે ભારતને ધાર્મિક સ્વતંત્રતાની લિસ્ટમાં પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને સીરિયા સમાન રાખી છે. ઓવૈસીએ કહ્યુ કે યુએસસીઆઇઆરએફએ ભારત સામે પ્રતિબંધની પણ ભલામણ કરી છે.
આ બાબતે ઓવૈસીએ એક ટિ્વટ કરીને લખ્યુ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનુ આયોજન કર્યુ તેમછતાં યુએસસીઆઇઆરએફએ ભારતને બર્મા, પાકિસ્તાન, નોર્થ કોરિયા, સીરિયા જેવા દેશોની લિસ્ટમાં રાખી દીધુ છે. સાથે જ ભારત સામે પ્રતિબંધોની પણ ભલામણ કરી છે અને સાથે જ અલગ પ્રકારના પ્રતિબંધોની પણ વાત કહી છે. સ્પષ્ટ છે કે આ ગળે મળવુ કામમાં આવ્યુ નહિ. સારુ રહેશે કે આવતી વખતે તમે બીજી કોઈ સારી કૂટનીતિનો ઉપયોગ કરો.