લોકસભા ચૂંટણી ૨૦૧૯માં પુલવામા આતંકી હુમલો અને બાલાકોટ એર સ્ટ્રાઈક પર રાજકારણ ગરમાયુ છે. એક તરફ ભાજપ બાલાકોટ એર સ્ટ્રાઈકની વાત છેડીને વડાપ્રધાન મોદીના વખાણ કરી રÌš છે.
તો બીજી તરફ, કેટલાક વિપક્ષી દળોએ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા અને આ ઓપરેશનના પુરાવા માગ્યા જેની પર રાજનીતિ ગરમાઈ રહી છે. આ વચ્ચે પુલવામા આતંકી હુમલા પર ત્રણ રાજ્યોના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસ નેતા અઝીઝ કુરેશીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કÌš આ હુમલો વડાપ્રધાન મોદીએ પ્લાન કરીને કરાવ્યો.
અઝીઝ કુરેશી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્્યા છે. અઝીઝ કુરેશીએ દાવો કર્યો કે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલો આતંકી હુમલો વડાપ્રધાન મોદીનું એક ષડયંત્ર હતુ. તેમણે કÌš, આ હુમલો તેમણે પ્લાન કરીને કરાવ્યો. જેથી તેમને તક મળી શકે, પરંતુ જનતા બધુ સમજે છે.